ગેસ સિલિન્ડરને લાઈનમાં મૂકી આ વ્યક્તિએ આપી બ્લાસ્ટ કરવાની ધમકી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-08-01 16:20:16
  • Views : 129
  • Modified Date : 2023-08-01 16:20:16

હરિયાણાના નૂહમાં હિન્દુ સંગઠનો દ્વારા બ્રજ મંડળ યાત્રા કાઢવામાં આવશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. યોજના અનુસાર મેવાતમાં શિવ મંદિરની સામે બ્રિજ મંડળ યાત્રા કાઢવામાં આવી રહી હતી, ત્યારે યાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ બ્રિજ મંડળ યાત્રામાં બજરંગ દળના અનેક કાર્યકરો પહોંચ્યા હતા. મોનુ માનેસર નામના એક વોન્ટેડે પહેલા જ વીડિયો શેર કરીને યાત્રામાં વધુને વધુ લોકો સુધી પહોંચવાની અપીલ કરી હતી.મોનુ માનેસરે કહ્યું હતું કે તે પોતે પણ આ રેલીમાં ભાગ લેશે. જો કે મોનુ માનેસર યાત્રામાં હાજર રહ્યા ન હતા, પરંતુ બિટ્ટુ બજરંગી નામના કથિત ગાય જાગ્રત વ્યક્તિ યાત્રામાં જોડાયા બાદ તણાવ વધી ગયો હતો. નૂહમાં બીજી બાજુના લોકોએ ભારે હોબાળો મચાવ્યો હતો અને ત્યારે જ આ પથ્થરમારાની ઘટના બની હતી.બે સમુદાય વચ્ચેની આ બબાલ ગુરુગ્રામ, ફરીદાબાદ સુધી પહોંચી હતી. આ ધમાલમાં 90 જેટલી ગાડી સાથે તોડફોજ અને આગ લગાડવાની ઘટના બની હતી. આ ઘટનામાં 2 હોમ ગાર્ડસ સહિત 3 લોકોના મોત થયા હતા અને 10 પોલિસકર્મી ઘાયલ થયા હતા. આ ધમાલના અનેક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે, જેમાંથી એક વીડિયોમાં એક વ્યક્તિ ગેલ સિલીન્ડરને એક લાઈનમાં લગાવીને બ્લાસ્ટ કરવાની ધમકી આપી રહ્યો છે. આવા અનેક દંગ કરી દેનારા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે.

Download Our B K News Today App



Related News