આ લોજીક તો સમજવા જેવું ! સાબુ કોઈપણ રંગનો હોય પરંતુ ફીણ કેમ સફેદ જ નીકળે? કારણ જાણી ચોંકી જશો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-18 15:14:10
  • Views : 353
  • Modified Date : 2022-04-18 15:14:10

 

 

સાબુ કોઈપણ કલરનો હોય, ફીણ તો સફેદ જ નીકળે છે

આ પાછળ છુપાયેલ છે વિજ્ઞાન 

પ્રકાશનાં કિરણો છે આ રંગ પરિવર્તન માટે જવાબદાર 

 

સાબુનો ઉપયોગ દરેક  વ્યક્તિ કરે છે. પોતાની પસંદ અનુસાર, દરેક અલગ અલગ પ્રકારના સાબુનો ઉપયોગ કરે છે. બજારમાં નહાવાથી માંડીને કપડા ધોવાનાં સાબુ પણ ઉપલબ્ધ છે, જે અલગ અલગ શેપ, સાઈઝ અને રંગનાં મળે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે સાબુ કોઈપણ રંગનો હોય, તેમાં ફીણ કેમ સફેદ જ નીકળે છે?

 

સફેદ  રંગનાં જ હોય છે ફીણ 
ક્યારેક તમારા મનમાં વિચાર આવતો હશે કે જે રંગનો સાબુ હોય, ફીણ તે રંગના કેમ નથી નીકળતા. જણાવી દઈએ કે આ પાછળ પણ એક વિજ્ઞાન છુપાયેલ છે. 

ફીણ બન્યા બાદ ઉડી જાય છે રંગ 
વિજ્ઞાનને કારણે જ સાબુથી હાથ ધોયા બાદ તેનો રંગ ક્યાંક ખોવાઈ જાય છે અને ફીણ માત્ર સફેદ જ નીકળે છે. વિજ્ઞાન અનુસાર, કોઈપણ વસ્તુનો પોતાનો કોઈ રંગ હોતો જ નથી. કોઈપણ વસ્તુના રંગના પાછળનું કારણ પ્રકાશનાં કિરણો હોય છે. 

શું છે આ પાછળનું વિજ્ઞાન?
જો કોઈ વસ્તુ પ્રકાશનાં બધા કિરણોને શોષી લે છે, તો એ વસ્તુ કાળી દેખાય છે. બીજી બાજુ જો કોઈ વસ્તુ પ્રકાશનાં બધા કિરણોને પરાવર્તિત કરે છે, તો તે સફેદ દેખાય છે. સાબુનાં ફીણનાં મામલામાં પણ આમ જ બને છે. 

શું કહે છે રિપોર્ટ?
એથેંસ સાઈન્સની રિપોર્ટ કહે છે કે સાબુ કોઈપણ રંગનો હોય, જ્યારે તેમાંથી ફીણ બને છે તો તેમાં હવા, પાણી અને સાબુ હોય છે. ગોળ આકાર લઈને તે પરપોટાના રૂપમાં જોવા મળે છે. તેમના પર જ્યારે પ્રકાશના કિરણો પડે છે ત્યારે તે પરાવર્તિત થઇ જાય છે. આ જ કારણે તમને ટ્રાન્સપરંટ પરપોટા સફેદ જોવા મળે છે. 

ટ્રાન્સપરંટ હોય છે ફીણથી બનતા પરપોટા 
વિજ્ઞાન એવું પણ સૂચવે છે કે સાબુના મેલમાંથી બનેલા નાના પરપોટા પારદર્શક ફિલ્મથી બનેલા હોય છે, પરંતુ વાસ્તવમાં તે ટ્રાન્સપરંટ હોય છે. આ જ કારણે જ્યારે તેમના પર પ્રકાશનાં કિરણો પડે છે, તો પરાવર્તિત થઇ જાય છે. આ જ કારણ છે કે સાબુ લીલો હોય કે પીળો, વાદળી હોય કે ગુલાબી. ફીણ તો હંમેશા સફેદ જ નીકળે છે. 

 

Download Our B K News Today App



Related News