આ તમારા દીકરાએ દેશની લાખો માતાઓને અબજોની માલિક બનાવી છે: વડોદરામાં PM મોદી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-18 14:55:04
  • Views : 241
  • Modified Date : 2022-06-18 14:55:04

 

દેશની લાખો મહિલાઓ લખપતિ બની ગઈ-PM મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વધુમાં કહ્યું હતું કે દેશમાં મોટા પાયે આવાસનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે જેમાં લાખો પરિવારોને પાક્કા મકાન આપવામાં આવ્યા છે. મારો આગ્રહ રહે છે કે મકાન મહિલાના નામે જ હોય, જેના કારણે એવું કહી શકાય કે દેશની લાખો મહિલાઓ લખપતિ બની ગઈ. આ તમારા દીકરાએ દેશની માતાઓને સંપત્તિ અપાવી

અમારી ડબલ એન્જીનની સરકારે છેલ્લા 8 વર્ષમાં મહિલાઓને સશક્ત બનાવી છે- PM મોદી

PM મોદીએ જણાવ્યું હતું કે, અમારી ડબલ એન્જીનની સરકારે છેલ્લા 8 વર્ષમાં મહિલાઓને સશક્ત બનાવી છે. તેમનું સશક્તિકરણ ભારતના વિકાસ માટે જરૂરી છે, આજે સેનાથી લઈને ખાણ સુધી મહિલા કલ્યાણનું ધ્યાન રાખીને નીતિઓ બનાવવામાં આવી રહી છે

વડોદરામાં વડાપ્રધાન: અમારી ડબલ એન્જીનની સરકારે છેલ્લા 8 વર્ષમાં મહિલાઓને સશક્ત બનાવી છે. તેમનું સશક્તિકરણ ભારતના વિકાસ માટે જરૂરી છે, આજે સેનાથી લઈને ખાણ સુધી મહિલા કલ્યાણનું ધ્યાન રાખીને નીતિઓ બનાવવામાં આવી રહી છે

સ્વસ્થ માતૃત્વ અને સ્વસ્થ બાળપણ માટે બે મોટી યોજના

વડાપ્રઘાન નરેન્દ્ર મોદીએ વડોદરામાં મંચ પરથી કહ્યું કે, ગુજરાતની બહેન - દીકરીઓ માટે આદજનો દિવસ મહત્વપૂર્ણ છે. ગુજરાત સરકારે આજે 2 મોટી યોજના શરૂ કરી છે. સ્વસ્થ માતૃત્વ અને સ્વસ્થ બાળપણ માટે આ બે મોટી યોજના ખૂબ મહત્વપૂર્ણ છે. મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના માતાના પોષણક્ષણ આહારની સંભાળ રાખશે 

માતાઓના માથે બેડા ઉતારવાનું સૌભાગ્ય અમને મળ્યું છે

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં 800 કરોડ રૂપિયાની મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના શરૂ કરી છે, તેના માટે હું ભુપેન્દ્રભાઇને અભિનંદન આપુ છું. સ્વામી વિવેકાનંદ, મહર્ષિ અરવિંદ, વિનોદ ભાવે, બાબા સાહેબ આંબેડકરને પણ આ નગરીએ પ્રેરિત કર્યું છેસપ્ટેમ્બર માસને પોષણ માસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે, જેથી માતાઓને પોષણ મળી રહેશે. હમણા જ ભુપેન્દ્રભાઇએ મને કહ્યું કે, ઘરે ઘરે નળથી પાણી આપીએ છીએ, માતાઓના માથે બેડા ઉતારવાનું સૌભાગ્ય અમને મળ્યું છે

આ શહેર તમામ લોકોને તક આપે છે, આ શહેરે ક્યારેક મને પણ સાચવ્યો હતો.-PM

PM મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, વડોદરા સંસ્કારની નગરી છે, આ શહેર તમામ લોકોને તક આપે છે, આ શહેરે ક્યારેક મને પણ સાચવ્યો હતો. મારુ પણ લાલન પાલન કર્યું હતું. વડોદરા આવો એટલે બધુ જુનું આવે જ ભાઈ, વડોદરાએ મને બાળકને મા સાચવે એ રીતે સાચવ્યો છે, વડોદરાનું મારા જીવનમાં યોગદાન ક્યારેય ન ભૂલી શકું. શાસ્ત્રી પોળ, રાવપુરા સહિતના સ્થળોને ક્યારેય નહીં ભૂલી શકું, ડભોઇ, પાદરા જેવા ગણ્યા ગણાય નહીં તેટલી યાદો છે.વડોદરા આવે અને લીલો ચેવડો અને ભાખરવડી કેમ ભૂલાય, 2014માં લોકસભા ચૂંટણી લડ્યો ત્યારે વડોદરાના નવનાથ અને કાશી વિશ્વનાથ મંદિરના મને આશીર્વાદ મળ્યા હતાં 

વડોદરામાં વડાપ્રધાન : વડોદરા આવો એટલે બધુ જુનું યાદ આવે જ ભાઈ, એક બાળકને મા સાચવે તેમ મારા વિકાસમાં વડોદરાનો ખૂબ મહત્વનો ફાળો રહ્યો છે

 

Download Our B K News Today App



Related News