ભારતને આ દેશ આપે છે સૌથી વધારે હથિયાર, જેમાં અમેરિકા છે ત્રીજા નંબરે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-03-12 14:24:56
  • Views : 109
  • Modified Date : 2024-03-12 14:24:56

ભારત રશિયામાંથી સૌથી વધારે હથિયાર ખરીદે છે. ત્યારબાદ ફ્રાન્સનો નંબર છે, જે ભારતને 33 ટકા હથિયાર વેચે છે. ત્રીજા નંબર પર અમેરિકા છે, જે ભારતને 13 ટકા હથિયાર વેચે છે. ભારતના પાડોશી દેશ પાકિસ્તાનને ચીન સૌથી વધારે 66 ટકા હથિયાર સપ્લાય કરે છે. જેના કારણે પાકિસ્તાને હથિયારો આયાત કરવામાં 43 ટકાનો વધારો કર્યો છે.2019-23માં પાકિસ્તાન પાંચમો સૌથી મોટો હથિયાર આયાત કરનારો દેશ બન્યો છે. જ્યારે ચીને હથિયાર આયાત કરવામાં 44 ટકાનો ઘટાડો કર્યો છે. ત્યારે ચીનના બે પૂર્વ એશિયાઈ પાડોશીઓ જાપાન અને દક્ષિણ કોરિયાએ હથિયારોની ખરીદી કરવા પર ખર્ચમાં વધારો કર્યો છે. જાપાને 155 ટકા તો દક્ષિણ કોરિયામાં 6.5 ટકાનો વધારો થયો છે.ભલે રશિયા ભારતને સૌથી વધારે 36 ટકા હથિયાર આપતુ હોય પણ એવુ પહેલી વખત થયુ છે કે રશિયા હથિયારોની નિકાસના મામલે ત્રીજા સ્થાને પહોંચી ગયુ છે. રશિયાની નિકાસ 2014-2018 અને 2019-2023ની વચ્ચે 53 ટકા ઘટી છે. બીજી તરફ યૂરોપનું હથિયાર આયાત 2014-18ની તુલનામાં 2019-2023માં લગભગ બે ઘણુ થયુ છે. તેની પાછળ બે વર્ષથી ચાલી રહેલુ રશિયા-યુક્રેન યુદ્ધ છે.યુક્રેનને જંગની શરૂઆત બાદ જ ઘણા દેશોએ સૈન્ય મદદ તરીકે હથિયાર સપ્લાય કર્યા હતા. આજ કારણ છે કે યુક્રેન 2019-2023માં દુનિયામાં ચોથુ સૌથી મોટુ આયાતકર્તા તરીકે ઉભર્યુ.2019-23ના ટોપ 10 આયાતકારોમાં સાઉદી અરબ, કતાર અને ઈજિપ્તનું નામ પણ સામેલ છે. સાઉદી અરબ દુનિયાનું બીજું સૌથી મોટુ હથિયાર આયાતકાર હતું, જેને 2019-2023માં વૈશ્ચિક 8.4 ટકાના હથિયાર આયાત કર્યા. કતારે 2014-18 અને 2019-23ની વચ્ચે પોતાના હથિયારોની આયાતને લગભગ 4 ઘણી વધારી દીધી, જેનાથી આ 2019-23માં દુનિયાનો ત્રીજો સૌથી મોટો હથિયાર આયાતકાર બની ગયુ.

Download Our B K News Today App



Related News