થરાદ અને દિયોદરમાંથી જુગાર રમતા 13 જુગારીયા ઝડપાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-29 11:25:57
  • Views : 448
  • Modified Date : 2020-07-29 11:25:57

  સોમવારે થરાદ અને દિયોદરમાંથી પોલીસે જુગાર રમતા 13 જુગારીયાઓને રૂપિયા 1.26 લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. થરાદના ચારડા ગામથી વાવ તરફ ખેતરમાંથી પોલીસે છ જુગારીયાઓને રૂ. 55,580 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા.જેમાં બબાભાઈ કરસનભાઈ રાજપૂત, શંકરભાઈ અજમલભાઈરાજપૂત, રમેશભાઈ હરસગભાઈ રાજપૂત, પ્રભુભાઈ કાનજીભાઈ ઠાકોર, મોહનભાઈ હીરાજી વજીર અને હેઢાભાઇ ભેમાભાઈ રાજપૂતને જુગાર રમતા ઝડપી પાડયા હતા. જ્યારે દિયોદરના ખાણોદર ગામમાં જયંતીજી ઉર્ફે બાલાજી હરદાસજી ઠાકોરના મકાનના ઢાળિયામાં જુગાર રમતા સામજીભાઈ ભેમાભાઇ વજીર, જયંતીજી હેમસચંદજી ઠાકોર, વિનોદભાઈ વિરચંદભાઈ વાલ્મિકી, દિનેશજી હેમચંદજી ઠાકોર, ભાવસિહંજી નાગજીજી ઠાકોર, સગથાજી જામાજી ઠાકોર અને પ્રહલાદજી છગનજી ઠાકોરને રૂપિયા 70,580ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. જ્યારે મકાન માલિક જયંતીજી ઉર્ફે બલાજી ઠાકોર હાથમાં આવ્યો ન હતો.

Download Our B K News Today App



Related News