ઇન્સ્ટાગ્રામ પર બેફામ લખતા પહેલા બે ઘડી વિચારજો, નહીતર પડશે મોંઘુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-19 10:43:16
  • Views : 177
  • Modified Date : 2022-04-19 10:43:16

ઇન્સ્ટાગ્રામ પર આવ્યું નવું ફીચર

એન્ટી અબ્યુઝ ફીચરથી મળશે રાહત

આપત્તિજનક શબ્દો લખતા પહેલા ચેતજો 

જ્યારે પણ લોકો આપત્તિજનક ટિપ્પણી કરવાનો પ્રયાસ કરશે ઇન્સ્ટાગ્રામ તેમને એક ચેતવણી આપશે. એપમાં એક નવું હિડન ફીચર જોડવામાં આવ્યું છે. 

શું છે નવી ઇન્સ્ટાગ્રામ સુવિધા 
યુઝર્સને હવે એક લિમીટ આપવામાં આવશે. આ ફીચર જાતે જ કમેન્ટ્સ અને જેમને તમે ફોલો નથી કરતા તેમની DM રિકવેસ્ટ છૂપાવશે.  આ સુવિધા દરેક યુઝર્સ માટે ઉપલબ્ધ રહેશે. 

 

એપ્લિકેશન પહેલેથી જ હીડન વર્ડ્સ નામની સુવિધા આપે છે જેના દ્વારા તમે હીડન ફોલ્ડરમાં અપમાનજનક શબ્દો, અને મેસેજને ફિલ્ટર કરી શકશો. આ સુવિધા અત્યાર સુધી કેટલાક દેશો પૂરતી જ સિમીત હતી પરંતુ આ મહિનાના અંત સુધી દરેક દેશ માટે રજૂ કરવાની યોજના બનાવી રહ્યું છે. 

કંપનીએ દાવો કર્યો છે કે ગયા અઠવાડીયે લગભગ 10 લાખ લોકોને ચેતવણી આપી હતી જેમણે આપત્તિજનક શબ્દો કમેન્ટ કે DMમાં કહેવાનો પ્રયત્ન કર્યો હતો. કેટલીક કમેન્ટ સુધારવામાં તો કેટલીક ડિલીટ પણ કરી દેવામાં આવી હતી. 

તમારી ઇન્સ્ટાગ્રામ એપને અપડેટ કરો અને જો સેટિંગમાં તમને આ ફીચર બતાવે છે તો તમે સેટિંગ ચેન્જ કરીને આ સુવિધાનો ઉપયોગ કરી શકો છો. 

 

 

Download Our B K News Today App



Related News