આવા પણ માણસો હોય છે! સાપ ડંખી ગયો તો એને કાપીને ઓહિયા કરી ગયો શખ્સ, ડોકટરોએ કહ્યું...

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-20 15:18:03
  • Views : 346
  • Modified Date : 2022-06-20 15:18:03


 


સાપે ડંખ માર્યો તો શખ્સ સાપને ખાઈ ગયો


ડોકટરોનુ કહેવુ છે કે દર્દીની સ્થિતિ સ્થિર છે. સાપે ડંખ માર્યો અને પછી સાપને આરોગી જવાના સમાચાર આખા વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગયા છે. આ મામલો કમાસિન પોલીસ  સ્ટેશનના સ્યોહત ગામનો છે. અહીંના રહેવાસી માતાબદલ સિંહ ખેતરમાંથી ઘર પરત ફરી રહ્યાં હતા. આ દરમ્યાન રસ્તામાં સાપે તેને ડંખ માર્યો. ત્યારબાદ આ શખ્સને ગુસ્સો આવ્યો અને પછી તેણે સાપને પોતાનો કોળીયો બનાવી દીધો. ત્યારબાદ જ્યારે તે ઘરે પરત ફર્યો તો તેના હાથ લોહીથી ખરડાયેલા હતા. પછી પરિવારજનોએ પૂછ્યુ તો તેને આખી કહાની જણાવી.


 


તબીબોએ કહ્યું, દર્દી સ્વસ્થ છે 


આ મામલાની જાણકારી મળ્યાં બાદ પરિવારજનો ગભરાઈ ગયા અને અફરાતફરીમાં માતાબદલને સ્વાસ્થ્ય કેન્દ્રમાં દાખલ કરાવ્યો. અહીંથી તબીબોએ પ્રાથમિક સારવાર બાદ ટ્રોમા સેન્ટર રેફર કરી દીધો. ટ્રોમા સેન્ટરના તબીબોનુ કહેવુ છે કે આ શખ્સ જીવના જોખમમાંથી બહાર છે. ડૉ. વિનીત સચાને કહ્યું કે દર્દી બિલ્કુલ સ્વસ્થ છે અને તેને કોઈ પણ પ્રકારની મુશ્કેલી નથી. બીજી તરફ સાપે ડંખ માર્યાની સુચના પર ગામમાં ઢોલ વગાડવામાં આવ્યો. સાપનુ ઝેર ઉતારનારા વૈદ્ય આવી ગયા અને તેઓ આ મામલાને જોઇને હેરાન છે. સાપે ડંખ માર્યા બાદ પણ શખ્સ સ્વસ્થ છે. 


 


 


Download Our B K News Today App



Related News