ડીસામાં મકાનમાંથી ‌‌રૂ.‌3.50 લાખની ચોરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-05 10:53:33
  • Views : 521
  • Modified Date : 2020-08-05 10:53:33

   ડીસા-પાલનપુર હાઇવે પર આવેલી આકાશ વિલા સોસાયટીમાં સોમવારે રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. જેમાં પરિવાર ધાબા ઉપર સૂતો હતો અને તસ્કરો મકાનનો દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કરી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત રૂ. 3.50 લાખની ચોરી કરી પલાયન થઇ ગયા હતા. આકાશ વિલા સોસાયટીમાં રહેતા મુકેશભાઈ મકવાણા મજુરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે સોમવારે રાત્રે પોતાના પરિવાર સાથે ધાબા પર સૂઈ રહ્યા હતા તે દરમિયાન આ તકનો લાભ લઇ તસ્કરોએ મુકેશભાઈના મકાનનો દરવાજો તોડી તેમના ઘરમાં ઘૂસી મકાનમાં તિજોરી તોડી માલસામાન વેરવિખેર કરી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ સહિત રૂ. 3.50 લાખની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા.

Download Our B K News Today App



Related News