ચિચિયારીનું આક્રંદઃ રસુલપુર ગામે ગણપતિ વિસર્જન વેળા શેઢી નદીમાં મોજ-મસ્તી કરતા 4 યુવાન તણાયા, 1નું મોત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-29 13:33:26
  • Views : 376
  • Modified Date : 2020-08-29 13:33:26

      ખેડા જિલ્લાના ઠાસરા તાલુકાના રસુલપુર ગામે બે કાંઠે વહેતી શેઢી નદીમાં ગણપતિ વિસર્જન કરવા યુવાનો અને ગ્રામજનો ગયા હતા. વિસર્જન દરમિયાન જ પૂરપાટ વહેતી શેઢી નદીના વહેણમાં કેટલાક યુવાનો તથા વહીલો નહાવા ઉતર્યા હતા. આવામાં વધુ પડતા આત્મવિશ્વાસમાં દૂર નહાવા ગયેલામાંથી 4 જેટલા યુવાનો તણાવા લાગ્યા હતા. આ આખી ઘટનાનો લાઈવ વીડિયો ઉતરી રહ્યો હતો ત્યારે જ સ્થળ ઉપર ચિચિયારીઓ અને આક્રંદ સાથે બૂમરાણ મચી ગઈ હતી. જો કે ત્રણ યુવાનો કોઈ પણ રીતે બચીને પાછા કિનારા તરફ આવી ગયા હતા. જ્યારે 1 યુવાનની લાશ મળી હતી.શેઢીના વહેણમાં ન્હાવાની મજા લેવા ગયેલા ચાર યુવકો દૂર તરફ જવા લાગ્યા હતા. પહેલા બધા આનંદમાં હતા પણ અચાનક બધા જોતા રહ્યા અને આ યુવાનો અંદર વહેણમાં ખેંચાવા લાગ્યા હતા. આમાંથી ત્રણ જણા કિનારા તરફ તરીને આવી ગયા હતા પણ 1 યુવાન લાપતા થયા હતા. નજીકમાં શોધતા પણ તેનો કોઈ જ અત્તોપત્તો મળતો નહોતો. જેને લઈ રસૂલપુર પાસે આવેલ વિસનગર ગામના તરવૈયા બોલાવી શેઢી નદીમા ભારે શોધખોળ કરતાં લાપતા યુવાનનો મૃતદેહ મળ્યો હતો. મૃતકની રસુલપૂર ગામના અલ્પેશ ચાવડા (24) તરીકે ઓળખ કરાઈ છે. ડૂબનાર યુવકના મૃતદેહને ડાકોર રેફરલ હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ માટે લવાયો હતો. ઠાસરા પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Download Our B K News Today App



Related News