છાણી તળાવની કામગીરી હજી પૂરી નથી થઈ ત્યાં ગાબડાં પડવાનું શરૂ !

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-20 16:16:56
  • Views : 418
  • Modified Date : 2020-08-20 16:16:56

     શહેરના ઉત્તર સીમાડે આવેલા છાણી ગામના તળાવના બ્યૂટિફિકેશનની કામગીરી ચાલી રહી છે અને ત્યાં જ તળાવની ચારે તરફ બની રહેલી સેફ્ટી વોલમાં જ ગાબડાં પડતાં તેની કામગીરી સામે શંકાની સોય ચીંધાઇ છે. છાણી ગામના તળાવને ઊંડું કરી અને તેને ટુરિસ્ટ સ્પોટ બનાવવા બ્યૂટિફિકેશનની કામગીરીનું ખાતમુહૂર્ત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે કરાયું હતું. વડોદરાના સૌથી મોટા તળાવ તરીકે સ્થાન પામતા છાણી તળાવનું બ્યૂટિફિકેશન કોરોના અને આર્થિક સંકટ વચ્ચે પણ ચાલી રહી છે. સ્થાયી સમિતિના અધ્યક્ષ સતીશ પટેલ છાણીના વતની છે અને તેમનો ઇલેક્શન વોર્ડ પણ છે. જોકે અઢી વર્ષે આ કામગીરી પૂરી કરી દેવાની છે અને હાલમાં પણ આ કામગીરી ચાલી રહી છે.છાણી તળાવની ચારે બાજુ સેફ્ટી વોલમાં ગાબડાં પડતાં ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે. આ મામલે શહેર કોંગ્રેસના મહામંત્રી જીતેન્દ્ર સોલંકી (પપ્પુ) અને વોર્ડ 2ના પ્રમુખ હરીશ પટેલે જણાવ્યું હતું કે, તાત્કાલિક ધોરણે આ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરો અને નહીં તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરાશે. સ્થાયી સમિતિના અધ્યક્ષ સતીશ પટેલે જણાવ્યું કે, તળાવની આજુબાજુ પાણીનો ભરાવો થયો હોવાના કારણે જે ગાબડાં પડ્યાં હશે તેના પુરાણની કોન્ટ્રાક્ટર પાસે કામગીરી કરાવાશે. તેમણે કામગીરીમાં હલકી ગુણવત્તાના આક્ષેપો નકારી કાઢ્યા હતા.

Download Our B K News Today App



Related News