ગામ આખું તરસ્યું! 4 મહિનાથી પાણી ન આવતા ગામલોકો સ્વખર્ચે મંગાવે છે ટેન્કર, શાળામાં પણ તંગી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-15 14:52:03
  • Views : 675
  • Modified Date : 2022-04-15 14:52:03

 

પાણી માટે તરસતાં ગામ 

સ્વખર્ચે ગામ લોકો મંગાવે છે ટેન્કર 

અનેક રજૂઆતો છતાં કોઈ નિવારણ નહીં

સારો વરસાદ થવા છતાં પણ ઉનાળો આવતા જ પાણી માટે કકળાટ શરૂ થઈ જાય છે. કારણ કે, ગુજરાતના અનેક જિલ્લાઓમાં સરકારની યોજનાઓ તો પહોંચી છે.પરંતુ તે યોજનાઓ માત્ર શોભાના ગાંઠીયા સમાન છે કારણ કે, પાણી જ નથી પહોંચ્યું. જીવવા માટે પાણી જરૂરી છે. અને પાણી મેળવવા માટે ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં લોકો કેવી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે તે આ દ્રશ્યોમાં તમે જોઈ શકો છો. કારણ કે, ગુજરાતમાં પીવાના પાણીને લઈને વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે, સરકારની યોજનાઓ માત્ર શોભાના ગાંઠીયા સમાન સાબિત થઈ છે. અને વિકાસ માત્ર નેતાઓના ભાષણનો થયો છે. 

4 મહિનાથી પાવાના પાણીની સમસ્યા 
બનાસકાંઠા 
જિલ્લો સરહદી જિલ્લો છે. અને અહીં સૌથી ઓછો વરસાદ પડે છે. તેવામાં ઉનાળાની શરૂઆત સાથે જ જિલ્લાના અંતરિયા ગામ એવા ભુતેડી અને આકેડીમાં પાણીને લઈને કકળાટ શરૂ થયો છે. જોકે અહીં પાણીની સમસ્યા આજકાલથી નહીં પરંતુ છેલ્લા 4 મહિનાથી છે. જેના કારણે મહિલાઓને દૂર-દૂર સુધી પાણી ભરવા માટે જવું પડે છે. અથવા તો જ્યારે ગામમાં પાણીનું ટેન્કર આવે એટલે પાણી માટે લાંબી લાઈનો લાગી જાય છે. જોકે ટેન્કર દ્વારા પીવાનું પાણી તો મળી જાય છે.. પરંતુ અન્ય જરૂરિયાત માટે પાણી નથી મળતું, તેવામાં મહિલાઓને આખો દિવસ દૂર-દૂર સુધી પાણી માટે ર{ળપાટ કરવો પડે છે.

 

શાળામાં પણ પીવાના પાણીની ઘટ 
સૌથી ગંભીર બાબત તો એ છે કે, શાળાએ ભણવા જતા બાળકોને પણ ?ટેન્કરમાંથી પાણીની બોટલ ભરીને જવું પડે છે કારણ કે, શાળામાં પણ પીવા માટે પાણી નથી અહીં સિંચાઈની વાત તો દૂર રહી પરંતુ પીવાના પાણી માટે પણ લોકોને આંદોલન કરવાની જરૂર પડી છે

ક્યાં છે નળથી જળની યોજના?
લોકોને તો હાલ પીવાનું પાણી ટેન્કરથી મળી રહે છે. પરંતુ પશુઓ માટે પીવાનું પાણી ક્યાંથી લાવીશું તે હાલ મોટો પ્રાણપ્રશ્ન બન્યો છે. હજૂ તો ઉનાળાની શરૂઆતનો મહિનો છે.. પરંતુ આગામી મેં મહિનામાં પરિસ્થિતિ વિકટ બનવાની છેત્યારે આશા રાખીએ કે, વિકાસની વાતો કરતી અને નળ થી જળની વાતો કરતી સરકાર પહેલા તો આ ગામડાઓ સુધી પીવાનું પાણી પહોંચાડે. 

 

 

Download Our B K News Today App



Related News