ભાવનગરમાં દિલચસ્પ જિંદગી જીવવાની મિશાલ એટલે 106 વર્ષના કાળીમા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-31 17:28:48
  • Views : 486
  • Modified Date : 2020-08-31 17:28:48

        હવે મહિલાઓ પણ અબળા નહિં પણ સબળા બની ગઇ છે. અને પુરૂષ્ વર્ગની સાથે હવે મહિલાઓ પણ ખભે ખભા મીલાવીને આગળ વધી રહયા છે. એવા એક ભાવનગર જિલ્લાના હાથબ ગામે રહેતા 106 વર્ષના દાદીમાએ દીલચસ્પ જિંદગી જીવવાનુ ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડયું છે. જીવનમાં અનેક સંઘર્ષ બાદ અને 10 દશકા પછી પણ નોટ આઉટ રહેલા કાળીમા પોતાની પાંચમી પેઢીના બાળકો સાથે બાળક બની આનંદ કરી રહયા છે.ભાવનગર જિલ્લાના હાથબ ગામે રહેતા 106 વરસના દાદીમા કાળીમા ના લગ્ન ખુબજ નાની ઉંમરમાં મોહનભાઇ ગોહિલ સાથે થયા હતા.તેમના ત્રણ પુત્રો હતા. પરંતુ કુદરતને કંઇક અલગ જ મંજૂર હોય તેમ કાળીમાં હજુ તો માંડ 27 વરસના થયા ત્યાં તેમના પતિનું અકાળે અવસાન થયું તે વખતે તેમના મોટા પુત્ર હમીરભાઇની ઉંમર માંડ 5 વરસની હતી. અને બીજા પુત્ર દેવજીભાઇ 3 વરસના જયારે નાની પુત્રી ભાંકુબેન 2 વરસના જ હતા. નાના બે દીકરા અને એક દીકરીની સંપુર્ણ જવાબદારી કાળીમાના શીરે આવી ગઇ હતી. અને ત્યારથી તેમની સંઘર્ષ્ ગાથા શરૂ થઇ.કાળીમાએ બાળકોની પરવરીશ અને ભરણ પોષણ માટે મજુરીનું કામ શરૂ કર્યું હતુ.અને ખેતરમાં કામ કરવા જાય અને તેમાંથી જે મજુરીના પૈસા મળે તેમાંથી ઘરે અનાજ લાવે અને ખાવાનુ બનતુ હતુ. આમ ખુબજ સંઘર્ષ્ કરીને વિકટ પરિસ્થીતિ છતા હિમ્મત ન હારી ત્રણેય બાળકોને ઉછેરીને મોટા કર્યા હતા. જીવનમા ઘણી બધી મુશ્કેલીઓ બાદ પણ કાળીમા એ હાર માની ન હતી. અને હિંમત પુર્વક મુશ્કેલીઓનો સામનો કરતા આગળ વધી બાળકોને મોટા કર્યા હતા. હજુ કાળીમાનો સંઘર્ષ્ શરૂ જ હતો. તેમણે બન્ને પુત્રો અને પુત્રીના લગ્ન કરાવ્યા,મોટા દીકરા હમીરભાઇના લગ્ન બાદ તેમને ત્યાં 3 પુત્રો અને 1 પુત્રી એમ ચાર બાળકોનો જન્મ થયો હતો.પરંતુ દાદીમાને હજુ સહન કરવાનુ બાકી હોય તેમ હમીરભાઇના પત્નિ ભાનુબેનનું કુદરતી મૃત્યું થયુ઼ અને 4 બાળકોની જવાબદારી કાળીમા પર આવી પડી હતી.અમુક વરસો બાદ હમીરભાઇના દિકરી કમુબેનનુ઼ પણ 29 વરસની ઉંમરે જ અકાળે મુત્યુ઼ થયું હતુ. અને તેમના બે બાળકોને ઉછેરવાની જવાબદારી પણ કાળીમા અને હમરીભાઇ પર આવી પડી હતી. ઘરના સભ્યો વધતા આર્થીક રીતે પહોંચી વળવા દાદીમાના માર્ગદર્શન હેઠળ હમરીભાઇએ વેપાર કરવાનો નીર્ણય કર્યો. તેઓ આજુબાજુના ગામમાં ખભા ઉપર ગાંસડી રાખીને શાકભાજી અને ફ્રૂટ વેચવા માટે જતા હતા. અને તે પણ પગપાળા ચાલીને જતા હતા.વરસો બાદ તેમનો નાનો વેપાર આગળ વધ્યો. અને અત્યારે પોતાના પુત્રો સારી રીતે ધંધો કરી શકે એવી સગવડો ઉભી કરી છે. અને હાથબ સહીતના આજુબાજુના ગામોમાં હમીરભાઇનુ માન-સન્માન બહોળુ છે. અને હમીરભાઇ ગામમા પણ એક વડીલ આગેવાન તરીકે નામના ધરાવે છે. આમ કાળીમા એક મહીલાના ધૈર્ય,સંયમ,સંઘર્ષ,સહનશીલતા અને સાહસનું પ્રતીક છે.

Download Our B K News Today App



Related News