થાઈરોઈડ રહેશે કન્ટ્રોલમાં થાઇરોઇડમાંથી આરામ જોઈએ, આ ઉપાયથી કાબુમાં લઇ શકો છો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-20 15:10:13
  • Views : 285
  • Modified Date : 2022-06-20 15:10:13


દરરોજ બદલાતા જીવનની લાઈફ સ્ટાઈલ અને ખરાબ ડાયટના કારણે હવે લોકોને દરેક પ્રકારની સમસ્યાઓ થવા લાગે છે. આમાંથી એક થાઇરોઇડ પણ છે. એવું માનવામાં આવે છે કે થાઈરોઈડમાં વજન વધવા લાગે છે. કેટલાક લોકો આ દવાઓથી કંટ્રોલ કરે છે, તો ઘણા લોકો પોતાના ડાયટમાં ફેરફાર કરીને તેને કંટ્રોલ કરે છે. તો ચાલો જાણીએ એવી કઈ સરળ ટિપ્સ છે જે ફોલો કરીને તમને મદદરૂપ થશે.


ધીમે ખાવાની ટેવ પાડો
કેટલાક લોકો ખૂબ જ ઝડપથી ખાવાનું ખાય છે. અને તે કોઈપણ એંગલથી તમારા સ્વાસ્થ્ય માટે સારું નથી. કારણ કે આમ કરવાથી તમે અનેક પ્રકારના રોગોને આમંત્રણ આપો છો. આવી સ્થિતિમાં થાઇરોઇડમાં પણ ઠીક નથી.


 


યોગ કરો
કોઈપણ મર્જની દવાને યોગ કહેવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે તમે યોગ કરો છો, ત્યારે તમને ઘણા પ્રકારના રોગોથી રાહત મળે છે. તો ચાલો યોગને આપણા પોતાના જીવનમાં સામેલ કરીએ. આનાથી તમને થાઈરોઈડમાં પણ ફાયદો થશે.


આહારમાં લીલા શાકભાજીનો સમાવેશ કરો
એવું માનવામાં આવે છે કે ઘણા રોગ તો લીલા શાકભાજીના સેવનથી દૂર થઇ જાય છે. જો તમે લીલાં શાકભાજી ખાતા નથી, તો તેને આજે જ તમારા આહારમાં શામેલ કરો. જેમાં ગ્રીન્સ, દુધી સામેલ છે. આનાથી તમને પોતાને જ ફાયદો થવા લાગશે.


 


 


Download Our B K News Today App



Related News