૯૦% વિદ્યાર્થીઓની ઓનલાઈન પરીક્ષા આપવાની ઈચ્છા હોવાથી કોલેજ મંડળે યુનિવર્સિટીમાં રજુ કર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-19 11:14:03
  • Views : 369
  • Modified Date : 2020-12-19 11:14:03

ડિપ્લોમા ઈજનેરી કોલેજ એસોસિએશન દ્વારા જી.ટી.યુ. ને વિદ્યાર્થીઓનો ઓનલાઈન સર્વે રજૂ કરવામા આવ્યો છે. જેમાં ૧૮,૯૫૧ વિદ્યાર્થીમાંથી ૧૭,૪૫૪ વિદ્યાર્થીએ ઓનલાઈન પરીક્ષા લેવાવી જોઈએ તેવો મત રજૂ કર્યો છે. કોલેજોએ આ સર્વે યુનિવર્સિટીમાં રજૂ કરીને કોરોનાની સ્થિતિમાં ઓનલાઈન પરીક્ષા જ લેવાવી જોઈએ તેવી માંગ કરી છે. જ્યારે આ અંગે જીટીયુનું કહેવુ છે કે જી.ટી.યુ.માં 4 લાખથી વધુ વિદ્યાર્થી છે,માત્ર આટલા જ વિદ્યાર્થીએ સર્વેમા ભાગ લીધો તો બાકીના ઓફલાઈન પરીક્ષા ઈચ્છે છે તેવુ માની શકાય. ડીનની મીટિંગમાં પણ ઓફલાઈન જ લેવાનું નક્કી થયુ છે. જેથી ઓફલાઈન પરીક્ષા જ લેવાશે.

જી.ટી.યુ. દ્વારા અગાઉ ઉનાળુ સત્રની સેમેસ્ટર પરીક્ષાઓ કોરોનાની સ્થિતિ અને યુ.જી.સી. -કેન્દ્રની ગાઈડલાઈનને ધ્યાનમાં રાખતા ઓનલાઈન-ઓફલાઈન બંને રીતે લેવા તક અપાઈ હતી અને સફળ રીતે 3 તબક્કામાં 46 હજાર વિદ્યાર્થીની ઓનલાઈન પરીક્ષા લેવાઈ હતી. પરંતુ ઓનલાઈન પરીક્ષામાં ભારે ઘણા વિદ્યાર્થીએ ચોરી કરી હોવાનું અને ગેરરીતિઓ થઈ હોવાનું યુનિ.ને ધ્યાને આવ્યુ હતુ. અગાઉની મીટિંગ બાદ ગઈકાલે મળેલી ડીન મીટિંગમાં પણ સર્વાનુમતે ઓનલાઈન પરીક્ષાઓ ન લેવાનું અને માત્ર ઓફલાઈન પરીક્ષાઓ જ લેવાનું નક્કી થયુ છે.જેને પગલે જી.ટી.યુ.એ પહેલી જાન્યુઆરીથી પીજીની પરીક્ષાઓ માત્ર ઓફલાઈન રીતે લેવાનું જાહેર કરી દીધુ છે. જી.ટી.યુ. દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ મુજબ MBA,MCA,ME-M.PHARM, B.PHARM,D PHARM, ડિપ્લોમા આર્કિટેકચર, સહિતના ૧૩ કોર્સની સેમે.3 અને 5ની પરીક્ષાઓ લેવાનાર છે.

બીજી બાજુ ડિપ્લોમા ઈજનેરી કોલેજ એસોસિએશન દ્વારા જી.ટી.યુ.ને વિદ્યાર્થીઓનો ઓનલાઈન સર્વે રજૂ કરવામા આવ્યો છે.કોલેજોએ આ સર્વે રજૂ કરી કોરોનાની સ્થિતિમાં ઓનલાઈન પરીક્ષા જ લેવાવી જોઈએ તેવી માંગ કરી છે.જ્યારે આ અંગે જી.ટી.યુ.નું કહેવુ છે કે જી.ટી.યુ.માં 4 લાખથી વધુ વિદ્યાર્થી છે,માત્ર આટલા જ વિદ્યાર્થીએ સર્વેમા ભાગ લીધો તો બાકીના ઓફલાઈન પરીક્ષા ઈચ્છે છે તેવુ માની શકાય. ડીનની મીટિંગમાં પણ ઓફલાઈન જ લેવાનું નક્કી થયુ છે.જેથી ઓફલાઈન પરીક્ષા જ લેવાશે.જીટીયુનું કહેવુ છે કે પરીક્ષા ઓફલાઈન લેવાય કે ઓનલાઈન લેવાય કોલેજોને શું રસ હોઈ શકે ?શું કોલેજો ઓનલાઈન પરીક્ષામાં ગેરરીતિ કરાવી પોતાના વિદ્યાર્થીઓનુ-સંસ્થાનું પરિણામ ઊંચુ બતાવવા માગે છે. 

Download Our B K News Today App



Related News