અમેરિકાની આરોગ્ય સંસ્થાના ડાયરેક્ટરની ચેતવણી ડેલ્ટા વેરિયન્ટ ખુબ જ ખતરનાક છે ઃ ડો. રોશેલ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-07-12 13:31:42
  • Views : 508
  • Modified Date : 2021-07-12 13:31:42

     અમેરિકાની ટોચની આરોગ્ય સંસ્થા સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલના ડાયરેક્ટર ડો.રોશેલ વાલેંસ્કીએ દુનિયાને ચેતવણી આપતા કહ્યુ છે કે, કોરોનાનો ડેલ્ટા વેરિએન્ટ ભારે ખતરનાક છે તથા ડેલ્ટા વેરિએન્ટના વધી રહેલા કેસ ચિંતાજનક છે.

     બીજી તરફ અમેરિકન દવા કંપનીઓ ફાઈઝર અને બાયોએનટેક પણ જાહેરાત કરી ચુકી છે કે, ડેલ્ટા વેરિએન્ટ સામે વેકસીનનો બૂસ્ટર ડોઝ તૈયાર કરવામાં આવી રહ્યો છે.ડબલ્યુએચઓના ઈમરજન્સી હેલ્થ પ્રોગ્રામના ડો.માઈક રાયને પણ ૨૧ જૂને કહ્યુ હતુ કે, ડેલ્ટા વેરિએન્ટની સ્પીડ અને વધારે લોકોને સંક્રમિત કરવાની ક્ષમતા અગાઉના વેરિએન્ટના મુકાબલે વધારે ખતરનાક છે.

    દરમિયાન સીડીસીના ડાયરેક્ટર ડો.વેલેન્સીકેએ કહ્યુ હતુ કે, અમરેકિાની ૪૭ ટકા વસતીને કોરોનાની વેક્સીનના બંને ડોઝ લાગી ચુકયા છે.ડેલ્ટા વેરિએન્ટના કેસ એ વિસ્તારોમાં વધી રહ્યા છે જ્યાં વેક્સીનેશનની ટકાવારી ઓછી છે.કેટલાક વિસ્તારોમાં કોવિડના ૮૦ કેસ ડેલ્ટા વેરિએન્ટના છે.ડેલ્ટા વેરિએન્ટ એ લોકો પર વધારે ઝડપથી અસર કરી રહ્યો છે જેમણે વેક્સીન લીધી નથી. દરમિયાન ડેલ્ટા વેરિએન્ટના કારણે દર્દીઓનુ હોસ્પિટલાઈઝેશન અમેરિકામાં વધી રહ્યુ છે. છેલ્લા કેટલાક દિવસોથી રોજ ૨૦૦૦ લોકો હોસ્પિટલમાં દાખલ થઈ રહ્યા છે. કેટલાક રાજ્યોમાં કોવિડના મામલા વધી ગયા છે. અમેરિકામાં છેલ્લા કેટલાક મહિનાઓમાં કોરોનાના દર્દીઓના જેટલા મોત થયા છે તેમાં ૯૯.૫ ટકા લોકો એવા હતા જેમણે કોરોનાની રસી નહોતી લીધી.

Download Our B K News Today App



Related News