દેશમાં કોરોનાની ગતિ બેકાબૂ, કેસનો આંકડો 21 હજારને પાર, 45 દર્દીઓએ ગુમાવ્યો જીવ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-21 11:04:19
  • Views : 313
  • Modified Date : 2022-07-21 11:04:19

દેશમાં કોરોનાની ગતિ બેકાબૂ, કેસનો આંકડો 21 હજારને પાર, 45 દર્દીઓએ ગુમાવ્યો જીવ

ભારતમાં કોરોના વાયરસના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 21,566 નવા કેસ સામે આવતા ચિંતાજનક સ્થિતિ બની છે. આ તરફ 18,294 લોકો કોરોનાની સારવાર દરમ્યાન સાજા થઈ ગયા છે. તો આજે કોરોનાને કારણે 45 લોકોના મોત થયા છે. આ તરફ હવે કોરોના સંક્રમણ અટકાવવા આરોગ્ય તંત્ર દ્વારા સાવચેતીના પગલાં ભરાઈ રહ્યા છે. 

ભારતમાં કોરોના કેસોમાં સતત વધારો 

ભારતમાં કોરોના સંક્રમણ ડપથી ફેલાઈ રહ્યું હોઇ તેને રોકવું ખૂબ જ જરૂરી બન્યું છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસનો આંકડો 21 હજારથી પણ વધુ પહોંચી જતાં ચિંતાજનક સ્થિતિ બની છે. આ તરફ હવે હાલ દેશમાં સક્રિય કેસનો આંકડો પણ 1,48,881 પહોંચ્યો છે. તો સામે  દૈનિક હકારાત્મકતા દર 4.25%એ પહોંચ્યો છે. 

24 કલાકમાં  21,566 કેસથી હડકંપ 

દેશમાં છેલ્લા 24 કલાકમાં 21,566 નવા કેસ સામે આવતા હડકંપ મચી ગયો છે. જોકે કોરોનાની સારવાર દરમ્યાન 18,294 લોકો સાજા થઈ ગયા છે. આ તરફ આજે કોરોનાને કારણે 45 લોકોના મોત થયા છે.  

 

Download Our B K News Today App



Related News