ભારતમાં કોરોનાના નવા કેસમાં ચોંકાવનારો ઉછાળો, આંકડો જોઈ સરકારનું પણ વધશે ટેન્શન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-30 12:35:27
  • Views : 772
  • Modified Date : 2022-04-30 12:35:27

ભારતમાં કોરોનાના નવા કેસમાં ચોંકાવનારો ઉછાળો, આંકડો જોઈ સરકારનું પણ વધશે ટેન્શન

 

દેશભરમાં દિવસે ને દિવસે કોરોનાના કેસો ઉથલો મારી રહ્યાં છે. સતત કેસો વધી રહ્યાં છે ત્યારે આજ રોજ છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 3,688 દર્દીઓ સામે આવ્યા છે. જ્યારે કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા વધીને 18,684 થઈ ગઈ છે. કોરોનાથી છેલ્લાં 24 કલાકમાં દેશમાં 50 લોકોના મોત થયા છે જેથી દેશમાં મૃતકોની સંખ્યા વધીને 5,23,803 થઇ ગઇ છે.

 

તમને જણાવી દઈએ કે, શુક્રવારે કોરોના સંક્રમણના 3377 દર્દીઓ નોંધાયા હતાં. આ સંદર્ભને જોતા દેશમાં સતત કોરોનાના કેસો વધી રહ્યાં છે. એટલે કે હવે દેશમાં કોરોનાનો રિકવરી રેટ વધીને 98.74 ટકા થઈ ગયો છે. આ સાથે દેશમાં છેલ્લાં 24 કલાકમાં, 2755 લોકોએ કોરોના સામેની લડાઈ જીતી લીધી છે. હાલમાં દેશમાં કોરોનાને હરાવનાર કુલ દર્દીઓનો ગ્રાફ 4,25,33,377 પર પહોંચી ગયો છે. જો આપણે કોરોનાના દૈનિક હકારાત્મકતા દર વિશે વાત કરીએ તો દેશમાં આ દર 0.74 ટકા થઈ ગયો છે. જ્યારે સાપ્તાહિક પોઝિટિવીટી દર વધીને 0.66 ટકા થઈ ગયો છે.

દેશમાં કુલ મૃત્યુઆંક 5,23,803 એ પહોંચ્યો

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 18,684 એ પહોંચી છે. જ્યારે કુલ મૃત્યુઆંક 5,23,803 એ પહોંચ્યો છે. આ સાથે જ દેશમાં 4,25,33,377 લોકો કોરોના સામેની લડાઇ જીત્યા છે. તો દેશમાં અત્યાર સુધીમાં 188,89,90,935 લોકોને રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈ કાલે 22,58,059 ડોઝ આપવામાં આવ્યા હતાં. તમને જણાવી દઇએ કે, દેશમાં 16 જાન્યુઆરી 2021થી રસીકરણ શરૂ થયું હતું.

 

દિલ્હીમાં સતત વધી રહ્યાં છે કોરોનાના કેસ

દેશની રાજધાની દિલ્હીમાં કોરોનાના કેસોની જો વાત કરીએ તો શુક્રવારે 1607 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે પોઝિટિવીટી દર 5 ટકાને વટાવી ગયો છે. માત્ર એટલું જ નહીં, દિલ્હીમાં કોરોનાના કારણે 2 લોકોના મોત નિપજ્યાં છે. સ્વાસ્થ્ય વિભાગ તરફથી મળતી માહિતી અનુસાર, શુક્રવારે દિલ્હીમાં 30,459 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતાં.

 

દિલ્હીમાં એક્ટિવ કેસની કુલ સંખ્યા વધીને 5609 થઈ ગઈ

જણાવી દઈએ કે, હવે દિલ્હીમાં એક્ટિવ કેસની કુલ સંખ્યા વધીને 5609 થઈ ગઈ છે. હાલમાં 139 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ છે. જ્યારે હોમ આઇસોલેશનમાં 3863 દર્દીઓ છે. આ પહેલાં 28 એપ્રિલે દિલ્હીમાં 1490 નવા કેસ નોંધાયા હતા.

 

Download Our B K News Today App



Related News