થરામાં ગટરના અણઘડ કામને લીધે સર્વિસ રોડ પર પાણી ભરાયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-11 12:38:46
  • Views : 417
  • Modified Date : 2020-08-11 12:38:46

    થરામાંથી પસાર થતા રાષ્ટ્રીય ધોરી માર્ગ પર સર્વિસ રોડ ઉપર ચોમાસાના પાણીના નિકાલ માટે ગટર લાઇનો બનાવવામાં આવેલ છે. પરંતુ સર્વિસ રોડના લેવલમાં ગટરનું યોગ્ય કામ ન કરાતા અને અણઘડ કામ કરાતા દર ચોમાસે વરસાદી પાણી ભરાઇ રહે છે. આ પાણીનો નિકાલ ન થતા દોઢ ફૂટ જેટલું પાણી સર્વિસ રોડ પર ભરાઇ રહેતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. પાણી ભરાઇ જવાથી રોડ ઉપર મોટા-મોટા ખાડા પડેલ છે. જે ભરાયેલા પાણીમાં વાહન ચાલકોને ન દેખાતા દ્વિચક્રી ચાલકો પાણીમાં પટકાય છે અને ટ્રાફિક સર્જાય છે. હાઇવે ઓથોરિટી આ બાબતે ગંભીર બની લોકહિતમાં યોગ્ય કાર્ય કરે તેવી માંગ ઉઠી છે.

Download Our B K News Today App



Related News