લીંબુની ખટાસ કેમ આસમાને પહોંચી તેનું સાચું કારણ સામે આવ્યું, કેવી રીતે ખેડૂતે 150માં વેચેલાં લીંબુ ગ્રાહકને 300માં મળે છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-10 11:01:49
  • Views : 256
  • Modified Date : 2022-04-10 11:01:49

દેશભરમાં લીંબુના ભાવ આસમાને 

લીંબુના ભાવ 300ને પાર

ભાવનગર જિલ્લામાં વાવાઝોડાના કારણે ઓછું ઉત્પાદન 

 

બજારમાં હાલ ચર્ચા કોઈ વસ્તુંની છે તે બસ મોંઘવારીની છે.તેમાં પણ હાલ ટ્રેન્ડમાં લીંબુ ચાલી રહ્યા છે. કારણ કે, લીંબુની ખટાશ એટલી વધી ગઈ છે કે, એક-એક ટીપું લોકોની દાઢો વળગી રહ્યું છે.ગરમીથી રાહત આપતા પીણા પણ લીંબુના કારણે ખિસ્સુ ખાલી કરી રહ્યા છે.. ત્યારે શા માટે આસમાને પહોંચ્યા છે લીંબુના ભાવ તે જાણવા માટે વીટીવી ન્યૂઝ લીબુંના ખેતરો સુધી પહોંચ્યું.

લીંબુના ભાવને નજર લાગી
ઉનાળામાં વધતા લીંબુના ભાવે માઝા મૂકી છે. લીંબુના કારણે જનતાને મોંઘવારીનો વધુ એક માર ઝીલવો પડી રહ્યો છે. જીવનજરૂરિયાતમાં ઉપયોગી લેવાતા લીંબુના ભાવ આસમાને પહોંચ્યા છે. લીંબુનો પાક નિષ્ફળ જવાને કારણે ભાવ વધ્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ગત વર્ષે સૌરાષ્ટ્રમાં આવેલા વાવાઝોડાને કારણે  લીબુંના પાકને નુકસાન થયું હતું. વાવાઝોડાને કારણે બાગાયતી પાકને ભારે નુકસાન થયું હતું. જેમાં લીંબુના ઝાડ પણ ઉખડી ગયા હતા. સૌરાષ્ટ્રના સિહોરમાં મોટા પાયે લીંબુની ખેતી કરવામાં આવે છે. સિહોરના ભીકડા. કરદેજ અને ત્રાપજમાં મોટાપાયે લીંબુનું ઉત્પાદન થાય છે. સિહોરના લીંબુ અન્ય રાજ્યોમાં જતા હોય છે પરંતુ પહેલીવાર લીંબુ અન્ય જગ્યાએથી મંગવવા પડી રહ્યા છે. હાલ હોલસેલ માર્કેટમાં લીંબુના ભાવો 200 થી 225 રૂપિયા સુધી પહોંચ્યા છે

ભાવવધારાનું કારણ શું?
ભાવનગર 
જિલ્લાના મોટાભાગના લીંબુ ના બગીચાઓ અત્યારે વેરાન હાલતમાં જોવા મળે  છે મોટાભાગના વિસ્તારોમાં લીંબુના વૃક્ષો ગત વર્ષે ખેંચાઈ ગયા બાદ આ વરસે ઉગ્યા નથી અને તેના કારણે લીંબુનો પાક જોઈએ તેવો ઉતારો નથી અને તેના કારણે બજારમાં લીંબુના ભાવ આસમાને ચડી ગયા છે  ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં આજકાલ લીંબુની આવક નહિવત હોવાથી અને ઉનાળાને કારણે અચાનક માંગ વધી હોવાથી ભાવ અતિશય વધી રહ્યા છે. 

ખેડૂત માત્ર 70 થી 150માં વેચે છે લીંબુ
ખેડૂતના ખેતરમાં જે લીંબુ તૈયાર થાય છે તેનો ભાવ તેમને યાર્ડ માં 70 થી 150 જેવો મળે છે જે યાર્ડના વેપરીઓ 200 થી 225માં છૂટક વેપારીઓને હોલસેલમાં આપે છે આજ લીંબુ શાકમાર્કેટ અથવા તો લારીઓ માં 275 થી 300 રૂપિયે કિલો વહેંચાઈ છે આમ જોવા જઈએ તો ખેડૂતને તેના ઉત્પાદનના પ્રમાણ માં ભાવ મળતા નથી પરંતુ બજારમાં જે લારીઓમાં વહેંચાય છે તેના ભાવના કારણે ગ્રાહકો પરેશાની ભોગવે છે બીજીબાજુ શાકમાર્કેટ માં લીંબુ વિક્રેતા વેપારીઓનું કહેવું છે કે અમને યાર્ડમાંથી લીંબુ અહીં લાવવામાં શેષ ફી તેમજ ટ્રાન્પોર્ટ ખર્ચ સહિતના ભાવના કારણે અમે 175માં લાવેલા લીંબુ 200 થી 225 આપવા મજબૂર બન્યા છીએ. 

 

Download Our B K News Today App



Related News