રેલવે બોર્ડે 15 ડિસેમ્બરે યોજાનારી પરીક્ષા માટે ગાઇડલાઇન્સ બહાર પાડી, ડિઝાઇનર માસ્ક અથવા કપડું બાંધીને આવનારાને નો એન્ટ્રી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-11 14:51:42
  • Views : 292
  • Modified Date : 2020-12-11 14:51:42

    રેલ્વે ભરતી બોર્ડ (RRB)એ 15 ડિસેમ્બર 2020થી શરૂ થતી રેલવે ભરતી પરીક્ષા માટેની ગાઇડલાઇન્સ જાહેર કરી દીધી છે. કોરોના વચ્ચે લેવાનારી પરીક્ષા માટેની આ ગાઇડલાઇન્સ જાહેર કરતાં કહ્યું કે, ઉમેદવારોએ સામાન્ય માસ્ક પહેરીને જ પરીક્ષા કેન્દ્રમાં જવું પડશે. પરીક્ષા દરમિયાન ડિઝાઇનર માસ્ક પહેરેલા ઉમેદવારોને પરીક્ષા હોલમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. આ ઉપરાંત, ઉમેદવારો મોં પર રૂમાલ અથવા કપડું બાંધીને પરીક્ષા આપી શકશે નહીં.  રેલ્વે ભરતી બોર્ડ (RRB)એ 15 ડિસેમ્બર 2020થી શરૂ થતી રેલવે ભરતી પરીક્ષા માટેની ગાઇડલાઇન્સ જાહેર કરી દીધી છે. કોરોના વચ્ચે લેવાનારી પરીક્ષા માટેની આ ગાઇડલાઇન્સ જાહેર કરતાં કહ્યું કે, ઉમેદવારોએ સામાન્ય માસ્ક પહેરીને જ પરીક્ષા કેન્દ્રમાં જવું પડશે. પરીક્ષા દરમિયાન ડિઝાઇનર માસ્ક પહેરેલા ઉમેદવારોને પરીક્ષા હોલમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. આ ઉપરાંત, ઉમેદવારો મોં પર રૂમાલ અથવા કપડું બાંધીને પરીક્ષા આપી શકશે નહીં. લાંબા સમયથી રાહ જોવાતી RRB મિનિસ્ટ્રિયલ અને આઇસોલેટેડ પોસ્ટ્સની ભરતી પરીક્ષા 15 ડિસેમ્બર, 2020થી શરૂ થશે. તેમજ, નોન ટેક્નિકલ પોપ્યુલર કેટેગરી (NTPC)ની પરીક્ષા 28 ડિસેમ્બરથી શરૂ થશે, જે માર્ચ 2021 સુધી લેવામાં આવશે. કોરોના રોગચાળા દરમિયાન આ પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને ગાઇડલાઇન્સ બહાર પાડવામાં આવી છે.

    આ અગાઉ 5 સપ્ટેમ્બર 2020ના રોજ રેલવેમંત્રી પિયુષ ગોયલ અને રેલવે ભરતી બોર્ડના ચેરમેન દ્વારા બાકીની NTPC, MI કેટેગરી અને લેવલ 1 (ગ્રુપ D) કેટેગરીની પરીક્ષા 15 ડિસેમ્બરે યોજવાની જાહેરાત કરવામાં આવી હતી. RRB નોન-ટેક્નિકલ પોપ્યુલર કેટેગરી (NTPC) અને ગ્રુપ D ભરતી 2019ની કુલ 1,40,640 ખાલી જગ્યાઓ માટે 2.40 કરોડથી વધુ ઉમેદવારોએ અરજી કરી છે. 1.40 લાખ પોસ્ટમાંથી NTPCની કુલ 35,208 પોસ્ટ અને ગ્રુપ D લેવલ-1 ની કુલ 1,03,769 પોસ્ટ સામેલ છે.


Download Our B K News Today App



Related News