સુધરાઈની ખાસ સામાન્ય સભા વિના વિરોધે સત્તર મિનિટમાં સમેટાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-30 13:42:32
  • Views : 343
  • Modified Date : 2020-09-30 13:42:32

        આગામી મહિનામાં ભુજ સુધરાઈની ચૂંટણીની જાહેરાત થાય તેવી શક્યતા છે, તેવામાં મહત્વના કામોને બહાલી આપવા મંગળવારે સવારે ટાઉનહોલ ખાતે ખાસ સામાન્ય સભા બોલાવી હતી. જે માત્ર સત્તર મિનિટમાં જ સમેટાઈ ગઈ હતી. વિરોધ પક્ષના નગર સેવકોએ લોકહિતના કામો હોવાથી વિરોધ કરવાનું ટાળ્યું હતું.અગિયારને ચાલીસે શરૂ થયેલી ખાસ સામાન્ય સભા .... કરોડના કામોને બહાલી આપી 11ને સત્તાવને પૂરી થઈ હતી. જેમાં ખાસ કરીને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી ફાળવેલી રકમ ઉપરાંત લોકફાળો સાથે થઈને નક્કી કરાયેલા કામોને મંજૂરી, વરસાદને કારણે રસ્તા ખરાબ થઈ ગયા છે તે સુધારણાના કામ, કોવીડ 19 માં જેમના મૃત્યુ થાય છે અંતિમ ક્રિયા માટે ડીસ્ટ્રીક્ટ મિનરલ ફાઉન્ડેશનની ગ્રાંટમાંથી ખારી નદી પાસે નવું ગેસ આધારિત સ્મશાન ગૃહ બનાવવું, 2009 થી 2017 ની બચત ગ્રાન્ટના આઠ કરોડમાંથી કુલ 145 જેટલા રસ્તાના કામો. જેમાં પેવર બ્લોક, સીસી, ડામર રોડ વગેરે કામ થશે. ચાર કરોડ સીતેર લાખ રસ્તા નવીનીકરણ માટે વપરાશે. અમૃત યોજના હેઠળ 25 કરોડનું કામ ચાલુ છે, જે અંતર્ગત પાણીના પાઇપ બેસાડવાનું કામ ચાલુ છે તેમજ વધુ બે ત્રણ ટાંકા બનશે જેથી આવતે વર્ષે ઉનાળામાં પાણી સમસ્યા નહિ સર્જાય. જનરલ મિટિંગની શરૂઆતમાં દિવંગતોને શ્રદ્ધાંજલિ અર્પી બે મિનિટનું મૌન પાળ્યું હતું. કારોબારી ચેરમેન ભરત રાણાએ મંજૂરી માટે કામોની યાદી કહી હતી જેને સુધરાઇ પ્રમુખ લતાબેન સોલંકી સહિતના પક્ષ-વિપક્ષના નગર સેવકોએ બહાલી આપી હતી

Download Our B K News Today App



Related News