સાંસદ પરબતભાઈ પટેલને જળ સંપત્તિ કમિટીના ચેરમેન તરીકે નિમણૂક કરાઈ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-10-06 13:03:45
  • Views : 252
  • Modified Date : 2022-10-06 13:09:53

    બનાસકાંઠા જિલ્લાના સાંસદ પરબતભાઈ પટેલને જળ શક્તિ મંત્રાલય ભારત સરકાર અંતર્ગત ની "વોટર રિસોર્સ (જળ સંપત્તિ)પાર્લામેન્ટરી કમિટીના ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવી હતી? જેમાં જળ સંપત્તિ સમિતિ કમિટીમાં લોકસભાના ૨૧ સાંસદો અને રાજ્ય સભાના ૧૦ સંસદોની કમિટી હોય છે અને આ ૩૧ સાંસદ સભ્યોની કમિટી દ્વારા બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલને  ચેરમેન બનાવવામાં આવ્યા હતા. જેમાં સમગ્ર ભારતમાં ચેરમેન બદલવા બદલ બનાસકાંઠા વાસીઓએ પણ ગૌરવની લાગણી અનુભવી હતી.જળ જીવનનું અમૃત છે, તે જીવનનું સવિશેષ આવશ્યેક તત્ત્વ છે, એક એવું તત્વભ જેનાથી જીવન પાંગર્યું હતું અને જેના વગર જીવન અશકય છે, પરંતુ દુર્ભાગ્યવશ તે હંમેશાં શુધ્ધરૂપમાં અને દરેક સ્થળે ઉપલબ્ધ હોતું નથી.આ જ કારણસર વિશ્વસનીય અને પોષણક્ષમ સિંચાઇ સુવિધાઓ હંમેશાં આંતરમાળખાકીય વિકાસના ભાગરૂપે અત્યંઅત આવશ્યક બનેલ છે. જળ આવશ્યાક માત્રામાં ઉપલબ્ધક ન હોવાના કારણે તેનું સંરક્ષણ અને સંવર્ધન ખૂબ જ મહત્વનું બન્યું છે. વિશેષે કરીને જળ સ્ત્રોતાના વિકાસના આયોજન માટે. જળસંપત્તિ વિભાગનો પાયો આ જ બાબત ઉપર રચાયેલો છે.

 

Download Our B K News Today App



Related News