કોલાપુરની દાડમ દેશના સીમાડા વટાવી બાંગ્લાદેશ પહોંચી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-22 11:57:03
  • Views : 365
  • Modified Date : 2020-12-22 11:57:03

રાધનપુર તાલુકાના કોલાપુર ગામના એફ.વાય.બી.કોમ સુધી ભણેલા લાખાભાઈ માધાભાઇ રબારીના પિતા ઘઉં, બાજરી, એરંડા, કપાસ, જીરૂ સહિતની પરંપરાગત ખેતી કરીને ગુજરાન ચલાવતા હતા. પરંતુ લાખાભાઈ રબારીએ અભ્યાસ છોડીને પરંપરાગત ખેતીની જગ્યાએ 85 વીઘા જમીનમાંથી 15 વીઘામાં દાડમની બગાયતી ખેતી શરૂ કરી હતી. વર્ષ 2014 દાડમના રોપા વાવ્યા હતા. એ જેમ જેમ વધતાં ગયા તેમ તેમ આવક પણ વધતી ગઈ અને ચાલુ વર્ષે 45 વીઘા જમીનમાં કુલ 60 ટનનું ઉત્પાદન થતાં બાંગ્લાદેશ સુધી એક્સપોર્ટ કરવા સુધીની સિદ્ધિ આ શિક્ષિત પ્રગતિશીલ ખેડૂતે હાંસલ કરી છે. ચાલુ વર્ષે દાડમની ખેતીમાંથી તેમને 35 લાખ રૂપિયાની આવક થશે.

કોલપુરના લાખાભાઇ રબારીએ માત્ર છ વર્ષમાં બમણાં કરતા વધુ આવક રળવાનું શરુ કરી દીધું છે. વર્ષ 2014 માં 15 વીઘા જમીનમાં દાડમની ખેતી શરુ કરીને 2020માં 45 વીઘા જમીનમાં દાડમની ખેતી કરી રહ્યા છે. દરવર્ષે તેમની આવક વધતી જ ગઈ. વર્ષ 2016 માં પ્રથમ વખતે 17 લાખ, 2017 માં 20 લાખ, 2018માં 27 લાખ, 2019માં 32 લાખ અને ચાલુ વર્ષે 2020 માં 35 લાખની આવક થશે. ચાલુ વર્ષે ઉત્પાદન થયેલ 60 ટન દાડમમાંથી 35 ટન દાડમ બાંગ્લાદેશમાં એક્સપોર્ટ કરી છે. અમદાવાદથી ખાસ પેકીંગવાળા આવે છે. અને ખેતરમાં જ પેક કરીને દાડમની ગાડીઓ ભરીને લઇ જાય છે. ભાવ પણ એક ટનના 70 હજાર રૂપિયા મળે છે. પ્રગતિશીલ ખેડૂત લાખાભાઇ રબારીના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે વધુ વરસાદ પડતાં દાડમની ખેતીમાં પચાસ ટકા નુકશાન થયું છે. જો વધુ વરસાદ ના થયો હોત તો 150 ટનથી વધુ દાડમનો પાક ઉતરે તેમ હતું અને 70 થી 80 લાખની આવક થાય તેમ હતું.

Download Our B K News Today App



Related News