આઠ પેટા ચૂંટણી મોકૂફ રાખવા કરાયેલી PIL હાઈકોર્ટે ફગાવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-01 13:05:19
  • Views : 377
  • Modified Date : 2020-09-01 13:05:19

        કોરોનાને કારણે આઠ વિધાનસભાની પેટા ચૂંટણીઓ મોકૂફ રાખવા કરાયેલી જાહેરહિતની અરજી હાઈકોર્ટે ફગાવી દીધી છે. કોર્ટે એવું અવલોકન કર્યું છે કે, ચૂંટણીની તારીખો નક્કી કરતું જાહેરનામું હજુ સુધી બહાર નથી પડ્યું, આથી અરજી પ્રીમેચ્યોર છે.રાધનપુરના સમાજસેવક ફરસુ ગોકલાણીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેમાં એવી રજૂઆત કરાઈ હતી કે, કોરોનાનો કહેર વધી ગયો છે તેવા સંજોગોમાં 8 તાલુકામાં પેટા ચૂંટણી યોજાવાની છે, જે મોકૂફ રાખવી જોઈએ. હજારો મતદાર ભેગા થશે તો સંક્રમણ વધી જશે. સોશિયલ ડિસ્ટન્સ પણ જળવાશે નહિ. આવા સંજોગોમાં ચૂંટણી યોજી શકાય નહિ. એક તરફ કેન્દ્ર સરકારે ગાઇડલાઇનમાં રાજકીય, સામાજિક રેલીઓ યોજવા સામે પણ પ્રતિબંધ મૂક્યો છે તો બીજી તરફ સરકાર ચૂંટણી યોજી શકે નહિ. સરકાર તરફથી એવી દલીલ કરવામાં આવી હતી કે, ચૂંટણી પંચે પણ હજુ તારીખો નક્કી કરી નથી અને જાહેરનામું પણ બહાર પાડ્યું નથી. સરકાર આ મામલે ઘણી ગંભીર છે, તેથી આ અરજી હાલ ટકવાપાત્ર નથી.

Download Our B K News Today App



Related News