વેપારીની હત્યાના 16 દિવસ થવા છતાં ભેદ નહીં ઉકેલાતાં સમાજના લોકો ન્યાયની માંગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-31 12:11:23
  • Views : 527
  • Modified Date : 2020-07-31 12:11:23

  પાલનપુરના વેપારીની આકેસણ નજીક થયેલી હત્યાને 16 દિવસ વિતવા છતાં પોલીસને કોઇ કડી હાથે લાગી નથી. જેને લઇ પરિવાર સહિત સમાજ ના લોકો ન્યાયની માંગ સાથે ગુરૂવારે એસપી તેમજ કલેક્ટર કચેરીએ દોડી આવ્યા હતા અને વહેલી તકે આરોપીઓને ઝડપી પાડવા માંગ ઉચ્ચારી હતી. પાલનપુરમાં કિર્તીસ્થંભ વિસ્તારમાં રેડીમેડ કાપડની દુકાન ધરાવતા વેપારી દલપતભાઇ પ્રજાપતિને ઝાડ સાથે બાંધી સળગાવી દીધેલી હાલતમાં 14 જુલાઇએ સાંજે મૃતદેહ મળી આવ્યો હતો. ઘટનાને પગલે મૃતકના પરીવારે હત્યા થયાના આક્ષેપો સાથે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોધાવી હતી. પરંતુ દિવસો વિતવા છતાં પોલીસને હાથે કોઇ કડી ન લાગતા એસપી દ્વારા તપાસ એલસીબીને સોંપાઇ હતી. ઘટનાને ગુરૂવારે 16 દિવસ વિત્યા છતાં ઘટનામાં પોલીસને હાથે કોઇ કડી ન લાગતા ગુરૂવારે મૃતક દલપતભાઇનો પરિવાર સહીત સમાજના લોકો ન્યાયની માંગ સાથે પોલીસ વડા કચેરી તેમજ કલેક્ટર કચેરીએ દોડી આવી એસપી સહીત કલેક્ટરને આવેદન પાઠવી વહેલી તકે આરોપીને ઝડપી પાડવા રજુઆત કરી હતી. જે અંગે મૃતક દલપતભાઇના પત્નિએ જણાવ્યું હતું કે ‘ જો ટૂંક સમયમાં મારા પતિની હત્યા કરનારા આરોપી નહીં ઝડપાય તો અમારા સમાજની 500થી વધુ મહીલાઓ અમે સાથે મળી ન્યાય માટે ધરણા યોજીશું’ એલસીબી પીઆઇ એચ.પી પરમારે જણાવ્યું કે PM અને FSLનો રિપોર્ટ આવવાનો બાકી છે.જેથી કોલ ડેટાને આધારે અત્યાર સુધીમાં 15 લોકોના નિવેદન લીધા છે.હજુ નિવેદન લેવાની પ્રક્રીયા ચાલી રહી છે,ઘટનામા આત્મહત્યા અને હત્યા બંનેની થીયરી પર તપાસ ચાલે છે.થોડા દિવસમા જ સમગ્ર બાબત ક્લીયર થઇ જશે.

Download Our B K News Today App



Related News