ચુડમેર ગામની બે સંતાનોની માતાએ કેનાલમાં ઝંપલાવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-10 12:28:58
  • Views : 462
  • Modified Date : 2020-08-10 12:28:58

    થરાદના ચુડમેર ગામની બે સંતાનોની માતાએ રવિવારે મુખ્ય નર્મદા કેનાલમાં ઝંપલાવી મોતને ભેટતાં નગરપાલિકા ફાયર ટીમ દ્વારા શોધખોળ હાથ ધરી કલાકો બાદ મૃતદેહને બહાર કાઢી પરિવારજનોને લાશ અપાઇ હતી. થરાદના ચુડમેર ગામના વર્ષાબેન બાબુભાઇ વેણ (ઉં.વ. 26)એ રવિવારે સવારના સમયે મુખ્ય નર્મદા કેનાલ પુલ પાસે ઝંપલાવી મોતને વ્હાલું કરતાં પરિવારજનો ઘટના સ્થળે દોડી આવી નગરપાલિકા ફાયર વિભાગ કન્ટ્રોલમાં જાણ કરતાં પાલિકા ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી તરવૈયા સુલતાન મીર દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આથી ભારે જહેમત બાદ ચુડમેર મુખ્ય કેનાલ પુલ નજીકથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક મહિલાના પિયર પક્ષના પરિવારજનો આવ્યા બાદ લાશને લઈ જવામાં આવી હતી. આ બાબતે પોલીસ સ્ટેશનમાં કોઇ જાણ કરાઈ ન હોવાનું એએસઆઈ રવજીભાઈ ભટ્ટે જણાવ્યું હતું.

Download Our B K News Today App



Related News