માતા ઘર બંધ કરીને દીકરીને મળવા ગઇને તસ્કરો ત્યાર સુધી ધરનો સપાટો થઈ ગ્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-22 12:05:02
  • Views : 360
  • Modified Date : 2020-12-22 12:05:02

બારડોલીની પુરુષોત્તમ નગરમાં મહિલા ઘર બંધ કરીને દીકરીને મળવા ગઇને તસ્કરો ઘરમાં ઘુસી રોકડ-દાગીના ચોરી ગયા હતા. બારડોલીના પંડિત દીનદયાળ માર્ગ પર આવેલ પુરુસોત્તમ નગરમાં રહેતા સર્વેસિંગ ભદોરીયા યુપી વતનમાં ગયા હોય, ઘરમાં પત્ની સીતાદેવી એકલા હતા. રવિવારે સાંજે તેઓ બંધ કરી, બાબેનમાં રહેતી દીકરીના ઘરે ગઈ હતી. રાત્રી સમયે મુખ્યમાર્ગ આવેલ આ બંધ ઘર જોતા તસ્કરોએ દરવાજાનું નકુચો તોડી ઘરમાં ઘુસી ગયા હતા. ઘરમાં આગળના રૂમમાં મુકેલ કબાટનો લોક તોડી, ઘરમાં સામાન વેરવિખેર કરી અંદર મુકેલ સોનાના દાગીના અને રોકડાની ચોરી કરી ભાગી ગયા હતા. સવારે ચોરીની જાણ થતાં જ તાત્કાલિક બારડોલી પોલીસને જાણ કરતા સ્થળ પર પહોંચી ચોરાયેલ વસ્તુ અંગેની જાણકારી મેળવી મેળવી હતી. ભોગ બનનાર સિતારાદેવીના જણાવ્યા મુજબ કબાટમાં જુના સહિત સોનાના દાગીના અને રોકડા 25 હજાર હોવાનું જણાવ્યું હતું. બારડોલી પોલીસ માટે શિયાળાની ઠંડી શરૂ થતાં જ તસ્કરો સક્રિય બનતા નગરજનોમાં ફફડાટ ફેલાયો છે.

Download Our B K News Today App



Related News