જેસોર રીંછ અભયારણ્યનું મોડલ હવે મહારાષ્ટ્રમાં અમલી બનાવાશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-07-31 11:04:57
  • Views : 565
  • Modified Date : 2020-07-31 11:04:57

   મહારાષ્ટ્ર સરકારના સલાહકાર ર્ડા.અફરોજ અહમદે બનાસકાંઠા જિલ્લાના જેસોર રીંછ અભ્યારણ્યની મુલાકાત લીધી હતી. જેમાં મહારાષ્ટ્રમાં આવેલ તોરણમહાલ વિસ્તારને ગુજરાતના વન વિભાગના મોડેલ આધારીત વિકસાવવામાં આવશે તેમ જણાવ્યું હતું. બનાસકાંઠા જિલ્લાના જેસોર રીંછ અભયારણ્યની મહારાષ્ટ્ર સરકારના સલાહકાર ર્ડા. અફરોજ અહમદે બે દિવસની મુલાકાતે છે. જેમાં તેમણે જેસોર રીંછ અભયારણ્યની મુલાકાત દરમ્યાન વન્યપ્રાણીઓના સંવર્ધન માટે કરવામાં આવી રહેલી કામગીરીનું નિરીક્ષણ કરી સંતોષ અને આનંદ વ્યક્ત કરતાં જણાવ્યું કે, મહારાષ્ટ્રમાં આવેલ તોરણમહાલ વિસ્તારને ગુજરાતના વન વિભાગના મોડલ આધારીત વિકસાવવામાં આવશે. આ ઉપરાંત જરૂર પડ્યે મહારાષ્ટ્ર સરકારના વન વિભાગના અધિકારીઓ ગુજરાતના અભયારણ્યોની મુલાકાત લઇ તેની તર્જ પર વન વિસ્તારમાં વિકાસ કામો કરાશે.’ જેસોર રીંછ અભયારણ્યની મુલાકાત દરમ્યાન હરણ સંવર્ધન કેન્દ્ર અને જંગલી કુકડાઓના સંવર્ધન કેન્દ્રની મુલાકાત લઇ વન વિભાગના કાર્યની સરાહના કરી હતી.જેસોર રીંછ અભ્યારણ્ય ખાતે 2 એકર જમીનામાં તાર ફેન્સીંગ કરી ચિત્તલનું બ્રિડીંગ સેન્ટર ગઇસાલથી શરૂ કરવામાં આવ્યું છે. આ સેન્ટરમાં એક વર્ષ પહેલાં સાસણ ગીરના સક્કરબાગમાંથી 5 ચિતલ લાવી બ્રિડીંગ સેન્ટર શરૂ કરાયું હતું.આ ચિતલોએ અન્ય બીજા ચિતલોને જન્મ આપતાં અત્યારે બચ્ચાઓ સાથે કુલ-9 ચિત્તલ વિહાર કરી રહ્યા છે. ચિત્તલ બ્રિડીંગ સેન્ટર બનાસકાંઠા જિલ્લામાં પ્રથમવાર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં વન વિભાગને સફળતા મળી છે. આ સેન્ચુરીમાં ત્રણ મહિના પહેલાં જંગલી કુકડાઓ માટે પણ સંવર્ધન સેન્ટર શરૂ કરાયું છે તેમાં પણ સારી સફળતા મળશે તેવી આશા ફોરેસ્ટર જાવેદ ઘાસુરાએ વ્યક્ત કરી હતી.’આ ચિત્તલને ખોરાકમાં ઋતુ પ્રમાણે રજકો, રજકાબાજરી, મકાઇ, ખોળ વગેરે અપાય છે. આ ઉપરાંત તેમનામાં કોઇ રોગ ન આવે તે માટે વેટરનરી ર્ડાકટરોની સલાહ પ્રમાણે પાણીમાં દવા પણ આપવામાં આવે છે. તેમને પીવા માટે અપાતું પાણી રોજ નવું આપવામાં આવે છે. - જાવેદ ઘાસુરા, ફોરેસ્ટર,જેસોર રીંછ અભ્યારણ્ય

Download Our B K News Today App



Related News