ન્યૂયોર્કની 2 મહિના, અમદાવાદની આખું વર્ષ તરસ છીપાવી શકે તેટલું પાણી નર્મદાની પાકી કેનાલમાં આવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-27 12:36:29
  • Views : 545
  • Modified Date : 2020-08-27 12:36:29

      કેનાલમાં એટલું પાણી છે કે અમદાવાદની આખા વર્ષની તરસ અને ન્યૂયોર્ક શહેરની બે મહિનાની તરસ છીપાવી શકે છે. નર્મદા આધારિત રાજ્યવ્યાપી પાણી પુરવઠા ગ્રીડથી રાજ્યની 75 ટકા વસ્તીને પીવાનું પાણી પુરૂ પાડવામાં આવે છે. નર્મદા કેનાલ દ્વારા રાજ્યના ખૂણે-ખૂણે પહોંચતા પાણીથી 18 લાખ હેક્ટર એટલે કે કુલ ખેતીલાયક વિસ્તારના 15 ટકા જમીનમાં સિંચાઇનો લાભ મળે છે.આ દુનિયાની સૌથી લાંબી પાકી સિંચાઇ કેનાલ છે જેમાં અત્યારે 17 હજાર કરોડ લિટર એટલે કે કુલ ક્ષમતાના 77 ટકા પાણી છે. ગુજરાતમાં ભારે વરસાદને કારણે સરદાર સરોવર ડેમ 75 ટકા ભરાયેલો છે. આ ડેમની પાસેથી જ 458 કિમી લાંબી કેનાલ શરૂ થાય છે

Download Our B K News Today App



Related News