પાલનપુરના મફતપુરા વિસ્તારમાં પાણી નિકાલની સમસ્યા હલ ન થતાં સ્થાનિકોએ રસ્તો બંધ કર્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-14 12:15:06
  • Views : 464
  • Modified Date : 2020-08-14 12:15:06

    પાલનપુરના મફતપુરામાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો તંત્ર દ્વારા ઉકેલ ન લાવતા મફતપુરાના રહીશોએ જાહેર રસ્તા પર કાંટા નાખી રસ્તાને બ્લોક કરી જ્યાં સુધી વરસાદી પાણીના નિકાલની સમસ્યાનું ઉકેલ નહીં આવે ત્યાં સુધી રસ્તો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.પાલનપુર શહેરના મફતપુરા વિસ્તારના લોકો વર્ષોથી વરસાદી પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે. જેને લઇ વારંવાર તંત્ર સમક્ષ રજૂઆત કરાઇ છે. જોકે થોડા સમય પહેલાં અહીંના રહીશોએ પાલિકામાં રજૂઆત કરતા પાલિકાએ વરસાદી પાણીના નિકાલ માટે મોટી પાઇપો નાખવાનું કામ શરૂ કર્યું હતું પરંતુ પાલિકા દ્વારા કામ અધૂરું છોડતા સામાન્ય વરસાદમાં અહી પાણી ભરાયા હતા. જેને લઇ લોકો રોષે ભરાયા છે. ત્યારે મફતપુરાની અંદર જતા મુખ્ય રસ્તા ઉપર જ કાંટા નાખી મુખ્ય રસ્તાને બંધ કરી દેવાયો છે અને જ્યાં સુધી વરસાદી પાણીના નિકાલની પાઈપલાઈનનું કામ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી રસ્તો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે.

Download Our B K News Today App



Related News