15 હજાર પગાર ધરાવતાં રત્નકલાકારે ખોવાયેલું 9 લાખનું હીરા પેકેટ પરત કર્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-30 13:02:00
  • Views : 285
  • Modified Date : 2020-09-30 13:02:00

      22મી સપ્ટેમ્બરના રોજ હીરા દલાલ હરેશ વિરડીયાના ખિસ્સામાંથી હીરાની 3 ડબ્બીઓ પડી ગઈ હતી. જેથી માર્કેટ વિસ્તારમાંથી હીરાનું પડીકું ખોવાયું હોવાના પોસ્ટર્સ પણ લગાડવામાં આવ્યા હતા. આ અંગે હરેશ વિરડીયા જણાવે છે કે, પેમેન્ટની આપ-લે કરતી વખતે ખિસ્સામાંથી ક્યારે હીરા પડી ગયા તે ખબર નહીં પડી હતી. પેકેટ ખોવાતાં આગળ ચૂકવણાં માટે ઘર પણ વેચાણ માટે મુકવાની નોબત આવી હતી. જોકે, રત્નકલાકાર રાજુ રાટોડને હીરાના પાર્સલ મળી ગયા હતા. જેમણે મંગળવારે મને તે પાર્સલ પરત કર્યા છે.અંદાજે 30 કેરેટના હીરા છે જેનું મૂલ્ય રૂ.8 થી 9 લાખનું છે. રત્નકલાકાર રાજુ ભાઈનો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ તેમનો કોન્ટેક્ટ નહીં થઈ શક્યો હતો નથી. આગેવાનો પાસેથી મળતી માહિતી પ્રમાણે, 7 જણાના પરિવારનું ભરપોષણ કરનાર રાજુભાઈ પોતે 15 હજારના પગારદાર છે. તેઓ ફોર પી મશીન પર કામ કરે છે.

Download Our B K News Today App



Related News