દૂધેશ્વરમાં સૌથી વધુ સવા ઇંચ, ઉસ્માનપુરામાં પોણો ઇંચ વરસાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-28 14:17:26
  • Views : 372
  • Modified Date : 2020-09-28 14:17:26

        શહેરમાં રવિવારે મોડી સાંજે વાતાવરણમાં પલટો આવ્યો હતો. શહેરના લગભગ દરેક વિસ્તારમાં છુટાછવાયા વરસાદના ઝાપટા પડ્યા હતા. જોકે સૌથી વધુ વરસાદ દૂધેશ્વર વિસ્તારમાં સવા ઇંચ પડ્યો હતો જ્યારે પોણો ઇંચ વરસાદ ઉસ્માનપુરા વિસ્તારમાં પડ્યો હતો. સિઝનમાં અત્યાર સુધી કુલ 38.23 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.મોડી સાંજે પડેલા વરસાદને પગલે વાળીનાથ ચોક, ચાંદલોડિયાના ભાવિક વિદ્યાલય રોડ, એઈસીથી શાસ્ત્રીનગર વચ્ચેના રોડ પર ઘૂટણ સમા પાણી ભરાઈ ગયા હતા. આગામી 30 સપ્ટેમ્બર સુધી અમદાવાદ સહિત રાજ્યભરમાં વરસાદી ઝાપટા પડવાની આગાહી છે. વાસણા બેરેજના બે દરવાજા પણ ખોલવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

Download Our B K News Today App



Related News