ફિલ્મોની પાયરેસીને અટકાવવા સરકાર આવતાં સત્રમાં સિનેમેટોગ્રાફ એક્ટ-2023 લાવશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-04-20 11:19:24
  • Views : 137
  • Modified Date : 2023-04-20 11:19:24


ભારતીય ફિલ્મ ઈંડસ્ટ્રીમાં દરવર્ષે હજારો ફિલ્મો બને છે. દર્શકો પણ સિનેમાઘરોમાં જઈને ફિલ્મ જોવા માટે ઉત્સુક રહે છે. ઘણીવાર ફિલ્મોને પાઈરેસીનાં કારણે ઘણું નુક્સાન ભોગવવું પડે છે. ફિલ્મો ઓનલાઈન લીક થઈ જાય છે જેથી ફિલ્મજગત સાથે સંકળાયેલા લોકો સરકારને આ મુદે કોઈ કાયદો બનાવવાની માંગ કરી રહ્યાં છે.બુધવારે મોદી સરકારની કેબિનેટની બેઠક થઈ હતી જેમાં મનોરંજન જગત સાથે સંકળાયેલો એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે સંસદનાં આવતા સત્રમાં સિનેમેટોગ્રાફ એક્ટ 2023 લાવવામાં આવશે જેનાથી પાઈરેસી પર રોક લગાવવામાં મદદ મળશે. 


માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કેબિમેટ મીટિંગ બાદ કહ્યું કે ફિલ્મજગત સાથે જોડાયેલા કલાકાર અને ફિલ્મ ચાહકો માટે એક મોટો નિર્ણય પાયરેસીને લઈને લેવામાં આવ્યો છે. પાયરેસી એક મોટી સમસ્યા છે જે ભારત જ નહીં દુનિયાભરનાં કલાકાર અને ફિલ્મ ઈંડસ્ટ્રીને લઈને પડકારરૂપ છે. આવનારા સેશનમાં સિનેમેટોગ્રાફ એક્ટ 2023 લાવવામાં આવશે.


અનુરાગ ઠાકુરે કહ્યું કે સારું કોન્ટેન્ટ બનાવવા માટે મોટી ટીમનો રોલ હોય છે. સારી ફિલ્મો બને છે પરંતુ પાયરેસીનાં કારણે મહેનત પર પાણી ફરી વળે છે.  ફિલ્મ જગતમાં ભારતની સંસ્કૃતિ, કલા અને સાહિત્યને દર્શાવવામાં આવે છે અને ભારતની સ્ટોરી ટેલિંગની ચર્ચા સમગ્ર વિશ્વમાં થતી હોય છે પરંતુ પાયરેસીનાં કારણે ફિલ્મ ઈંડસ્ટ્રીને હજારો કરોડનું નુક્સાન થયું છે. તેને રોકવા માટે એક મહત્વપૂર્ણ પગલું લેવામાં આવી રહ્યું છે.


Download Our B K News Today App



Related News