ડોમિનિકા સરકાર તેમના સર્વોચ્ચ નાગરિક એવોર્ડથી પ્રધાનમંત્રી મોદીનું કરશે સન્માન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-11-14 18:56:46
  • Views : 395
  • Modified Date : 2024-11-14 18:56:46

ડોમિનિકા સરકારે, ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવાનો નિર્ણય લીધો છે. ડોમિનિકાની સરકારે એક અખબારી યાદી બહાર પાડીને જણાવ્યું હતું કે, ગયાનામાં યોજાનારી આગામી ભારત-કેરીકોમ કોન્ફરન્સ દરમિયાન વડાપ્રધાન મોદીને આ સન્માનથી સન્માનિત કરવામાં આવશે.ડોમિનિકા સરકારના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ડોમિનિકાના રાષ્ટ્રપતિ સિલ્વેની બર્ટન વડાપ્રધાન મોદીને આ સન્માનથી સન્માનિત કરશે. ફેબ્રુઆરી 2021 માં, વડા પ્રધાન મોદીએ ડોમિનિકાને કોરોના રસી એસ્ટ્રાઝેનેકાના 70 હજાર ડોઝ સપ્લાય કરીને એક મૂલ્યવાન ભેટ આપી હતી.વડા પ્રધાન મોદીની આ મિત્રતાભરી ઉદારતાને ધ્યાને લઈને, ડોમિનિકાની સરકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ડોમિનિકાના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવાનો નિર્ણય લીધો છે. તેમજ પીએમ મોદીના નેતૃત્વમાં ભારતે ડોમિનિકાને સ્વાસ્થ્ય, શિક્ષણ અને આઈટી ક્ષેત્રે પણ ઘણી મદદ કરી છે. જળવાયુ પરિવર્તન સામે લડવામાં ભારત ડોમિનિકાને પણ સતત મદદ કરી રહ્યું છે.ડોમિનિકાના વડા પ્રધાન રૂઝવેલ્ટ સ્કર્મિટે વડા પ્રધાન મોદીને તેમના દેશના સાચા મિત્ર ગણાવ્યા, જેમણે વૈશ્વિક સ્વાસ્થ્ય સંકટ દરમિયાન ડોમિનિકાના લોકોને મદદ કરી. ઇન્ડિયા CARICOM સમિટ 19 નવેમ્બરથી 21 નવેમ્બર 2024 દરમિયાન જ્યોર્જટાઉન, ગયાનામાં યોજાશે.ઘણા દેશોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તેમના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કર્યા છે. ગયા જુલાઈમાં જ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વડાપ્રધાન મોદીને તેમના દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ઓર્ડર ઓફ સેન્ટ એન્ડ્ર્યુ ધ એપોસ્ટલ’થી સન્માનિત કર્યા હતા. તે પહેલા પીએમ મોદીને ભૂટાનના સર્વોચ્ચ નાગરિક સન્માન ઓર્ડર ઓફ ડ્રુક ગ્યાલ્પોથી પણ નવાજવામાં આવ્યા હતા. ભૂટાને પહેલીવાર કોઈ બિન-ભૂતાન વ્યક્તિને આ સન્માન આપ્યું છે.વડા પ્રધાન મોદીને સંયુક્ત આરબ અમીરાત, અફઘાનિસ્તાન, બહેરીન અને સાઉદી અરેબિયા, ફ્રાન્સ, ઇજિપ્ત, ફિજી, પાપુઆ ન્યુ ગિની, પલાઉ, અમેરિકા, માલદીવ્સ, પેલેસ્ટાઇનમાંથી સર્વોચ્ચ નાગરિક પુરસ્કારો પણ મળ્યા છે.

  

Download Our B K News Today App



Related News