ચીને મગફળી ખરીદી લેતા સરકાર સ્ટોક માટે ચિંતિત, કેટલો સ્ટોક રાખવો તે સી.એમ. રૂપાણી નક્કી કરશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-22 11:34:03
  • Views : 539
  • Modified Date : 2020-12-22 11:34:03

ભારત અને ચીનના સંબંધો સારા હતા ત્યારે જ ચીને મગફળીનો જથ્થો ખરીદી લેતા મગફળીનો સ્ટોક કેટલો રાખવો તે બાબતે રાજય સરકાર ચિંતિત છે. જો કે, હજુ મગફળીનો આશરે 50 હજાર મેટ્રીક ટન જથ્થો હોવાથી તેટલી રાહત છે,પણ આ વખતે કેટલી મગફળી સ્ટોકમાં રાખવી તે બાબતે સરકાર અસમંજસમાં છે. મગફળીનો સ્ટોક ખરીદવા માટે રાજય સરકારે અમુક સમય મર્યાદા નક્કી કરી છે. એક બાબત એવી છે કે, ચીનમાં મગફળીનો પાક નિષ્ફળ ગયો હોવાથી માગ વધુ છે. આથી ભારતમાંથી અગાઉ જ આયાત કરી લીધી છે, હજુ સંબંધો સારા રહેશે તો ખરીદી વધશે. આ બાબતને ધ્યાનમાં રાખી ગુજરાત સરકાર પણ ચિંતામાં મુકાઈ છે. મગફળીની ખરીદી કેટલી કરવી અને કેટલો સ્ટોક રાખવો તે બાબતે ગયા સપ્તાહે કૃષિ મંત્રીની એક બેઠક મળી હતી. આ બેઠકમાં એવું નક્કી થયું કે, મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં એક બેઠક બોલાવી મગફળીનો કેટલો સ્ટોક રાખવો તે નક્કી કરવું. આ બાબતે કૃષિ મંત્રી આર.સી.ફળદુંનો સંર્પર્ક કરતા તેમનો સંર્પક થઇ શક્યો હતો નહીં.

Download Our B K News Today App



Related News