સરકારે મંદી અને મોંઘવારી વચ્ચે રાંધણ ગેસના સિલિન્ડરમાં ફરી રૂ. 50 નો ભાવ વધારો ઝીંકી દેવામાં આવ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-09 11:07:22
  • Views : 272
  • Modified Date : 2022-05-09 11:07:22


સરકારે મંદી અને મોંઘવારી વચ્ચે રાંધણ ગેસના સિલિન્ડરમાં ફરી રૂ. 50 નો ભાવ વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. ગેસ સિલિન્ડરનો ભાવ રૂ. 50નો વધારો થતાં ગરીબ અને મધ્યમ વર્ગને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગરીબ અને મધ્યમ વર્ગને આર્થિક ફટકો પડતા હાલ  ભાવ વધારાનો વિરોધ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.એક તરફ કોરોના મહામારીને કારણે ઉદભવેલી મંદી માંથી વેપારીઓ, માછીમારો સહિતના વ્યાવસાયિકો પસાર થઈ રહયા છે અને જનજીવન મંદી માંથી બહાર આવવા થાળે પડી રહ્યું છે ત્યારે બીજી તરફ જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓના ભાવ વધી રહ્યા હોવાથી ગરીબ અને મધ્યમવર્ગનું બજેટ ખોરવાઈ રહ્યું છે. આવા સંજોગોમાં સરકારે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કર્યા બાદ રાંધણ ગેસ સિલિન્ડરમા રૂ. 50નો ભાવ વધારો ઝીંકી દીધો છે. તેની સીધી અસર નાના અને મધ્યમ વર્ગના લોકો પર જોવા મળી રહી છે ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. સામાન્ય પરિવાર માટે રસોઈ બનાવવી વધુ મોંઘી બની છે. ડીસાની ગૃહિણીઓના પરિવારોએ જણાવ્યું હતુંકે, પેટ્રોલ ડીઝલના ભાવ વધારા ઉપરાંત ખાદ્ય તેલનો ભાવ પણ આસમાને પહોંચ્યો છે. તેવા સંજોગોમાં સરકારે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવ વધારા બાદ રાંધણ ગેસ સિલિન્ડરમાં રૂ. 50નો વધારો કરી દેતા ગરીબ વર્ગ કે જે ટકે ટકનું કરીને પોતાનું ગુજરાન ચલાવે છે અને શ્રમિક વર્ગ તેમજ મધ્યમ વર્ગ કે જેઓ સામાન્ય નોકરી કરી પોતાના પરિવારજનોનું પેટીયુ રળે છે તેવા પરિવારજનો ની સ્થિતિ કફોડી બની ગઈ છે. મોંઘવારી વચ્ચે રાંધણ ગેસ સિલિન્ડરમાં ભાવ વધારો થતા વિરોધનો વંટોળ ઉભો થયો છે.સરકારે કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં પણ વધારો કરતા ફરસાણના તેમજ કેટરિંગના વ્યાવસાયિકોને મુશ્કેલી પડે છે અને નફામાં નુકશાન કરવાનો વારો આવ્યો છે. બીજીતરફ રાંધણ ગેસ સિલિન્ડરમાં રૂ. 50નો ભાવ વધારો કરવામાં આવતા વેપારીઓ અને ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. આવશ્યક ચીજોનો ભાવ પરવડે તેવો હોવો જોઈએ તેને બદલે ભાવ વધારો થઈ રહ્યો છે જેથી સરકારે આવશ્યક ચીજોનો ભાવ ઘટાડવો જોઈએ. રાંધણ ગેસમાં થયેલ ભાવ વધારો પરત ખેંચવો જોઈએ.

Download Our B K News Today App



Related News