ભારતીય રેલ વિભાગે આપી ખુશખબર, એક વર્ષમાં કરશે 148463 લોકોની ભરતી, તૈયારી શરૂ કરી દો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-15 12:56:06
  • Views : 235
  • Modified Date : 2022-06-15 12:56:06

 

ભારતીય રેલ વિભાગે કહ્યું કે, આગામી એક વર્ષની અંદર 1,48,463 લોકોની ભરતી કરશે, જ્યારે છેલ્લા આઠ વર્ષમાં સરેરાશ વાર્ષિક 43,678 લોકોની ભરતી કરવામાં આવી છે. આ પગલુ વડાપ્રધાન મોદીના આગામી 18 મહિનામાં અલગ અલગ વિભાગો અને મંત્રાલયોમાં 10 લાખ લોકોની ભરતીના નિર્દેશ બાદ લેવામાં આવ્યું છે. 

નાણામંત્રાલ અંતર્ગત આવતા વ્યય વિભાગ દ્વારા વેતન અને ભથ્થા પર જાહેર કરવામાં આવેલા વાર્ષિક રિપોર્ટ મુજબ કેન્દ્રના કુલ નિયમિત સિવિલ કર્મચારીઓની સંખ્યા માર્ચ 2020ની સમયગાળા સુધી 31.91 લાખ હતી, જ્યારે સ્વીકૃત પદોની કુલ સંખ્યા 40.78 લાખ હતી. 

 

આ હિસાબે લગભગ 21.75 ટકા પદ ખાલી હતા. આ રિપોર્ટમાં કહેવાયુ છે કે, કુલ શ્રમ શક્તિ લગભગ 92 ટકા ભાગ પાંચ મુખ્ય મંત્રાલયો અથવા વિભાગો અંતર્ગત આવે છે. તેમાં રેલ્વે, રક્ષા, ગૃહ, પોસ્ટ અને રેવન્યૂ વિભાગ સામેલ છે. કુલ 31.33 લાખ પદની નિર્ધારિત સંક્થા શાસિત પ્રદેશોને છોડીને રેલ્વેની ભાગીદારી 40.55 ટકા છે. 

સરકારી સૂત્રોએ કહ્યું છે કે, મોદીના નિર્દેશના બાદ અલગ અલગ વિભાગો અને મંત્રાલયોમાં ખાલી પદનું વિવરણ તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું હતું અને સમગ્ર સમીક્ષા બાદ 10 લાખ લોકોની ભરતી કરવાનો નિર્ણય કર્યો છે. 

અલગ અલગ વિધાન સભા ચૂંટણી દરમિયાન વિપક્ષી દળોએ બેરોજગારીના મુદ્દા પર ભાજપને ઘેરવાની કોશિશ કરી હતી. રેલ્વે વિભાગે કહ્યું કે, 2014-15થી 2021-22 સુધી, તેને કુલ 3,49,422 લોકોની ભરતી અને સરેરાશ 43,678 ટકા હતી, જ્યારે 2022-23માં તે 1,48,463 લોકોની ભરતી કરશે.

 

 

Download Our B K News Today App



Related News