એકતા નગરી કેવડિયામાં રોશનીનો ઝગમગાટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-21 12:38:40
  • Views : 325
  • Modified Date : 2020-10-21 12:38:40

          કેવડિયામાં આગામી 31 ઓક્ટોબરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં એકતા દિવસની ઉજવણી કરવામાં આવશે. જે પૂર્વે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીને લઈને ફરી એકવાર કેવડિયા નગરી દુલ્હનની જેમ સજી છે. તમામ પ્રોજેક્ટને અંદાજે 40 કરોડના ખર્ચે 3 કરોડથી વધુ LED લાઈટ થકી સજાવવામાં આવી છે. જેમાં કેવડિયા નગરી, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ગ્લો ગાર્ડન અને નર્મદા ડેમનો સમાવેશ થાય છે.સ્ટેચ્યુ વિસ્તારમાં પ્રવેશતા જ કોકોનટ લાઇટિંગ, લેસર લાઈટિંગથી શણગારવામાં આવ્યું છે. આ લાઈટ થકી પ્રાણીઓનાં ચિત્રો, ફૂલ-ઝાડ પણ બનાવવામાં આવ્યા છે. કોકોનટ ગાર્ડન, ગ્લો ગાર્ડન તમામ વિસ્તારની લાઈટ, વિશ્વ વન સહિતના પ્રોજેક્ટમાં લાઈટિંગ કરાયું છે. આ લાઈટિંગ હવે કાયમી રખાશે.

Download Our B K News Today App



Related News