થરાદના નાગલામાં પ્રવેશવાના રસ્તા પર 3 વર્ષીય પુત્રને પિતા રસ્તામાં તરછોડી ગયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-17 16:53:30
  • Views : 775
  • Modified Date : 2020-08-17 16:53:30

    થરાદના નાગલા ગામની યુવતીના ચારેક વર્ષ અગાઉ દિયોદરના ઓઢા ગામે લગ્ન થયા હતા. પરંતુ પતિ-પત્ની વચ્ચે અણ બનાવ રહેતાં પાંચ માસની ગર્ભવતી પત્નીને પિયર ખાતે મોકલી દેતાં પુત્રને જન્મ આપ્યા બાદ પત્ની પાસે છુટાછેડા લઇ લીધા હતા અને દિકરો પિતા પાસે હતો. ત્યારે પિતા આ ત્રણ વર્ષિય પુત્રને શનિવારે સવારે થરાદના નાગલા ગામમાં પ્રવેશદ્વારે તરછોડી જતાં રહેતા ચકચાર મચી છે. નાગલાની યુવતીના 1 સપ્ટેમ્બર-2016 ના રોજ અશોકભાઈ ગણેશભાઈ પ્રજાપતિ (કુંભાર) (રહે.ઓઢા,તાલુકો-દિયોદર) સાથે લગ્ન કર્યાં હતાં. આથી પરિણીતાને પાંચ માસનો ગર્ભ ધારણ થતાં તેના પતિ અશોકે કહેલ કે મારે બાળક જોઈતું નથી જો તું બાળક રાખીશ તો તને હું કાઢી મુકીશ તેવી ધમકીઓ આપી પત્ની સાથે મારકુટ કરતો હતો. એક દિવસ પત્ની બીમાર પડતાં સારવાર કરાવવાનું કહેતા તેના પતિએ પિયર નાગલા ખાતે મૂકી દીધી હતી.આથી પત્ની દોઢેક માસ સુધી તેના પિયરમાં હતી ત્યારે તેનો પતિ જીપગાડી લઈને આવી પત્નીને ઉપાડી જવાની કોશિશ કરતાં ગામલોકો એકઠાં થતાં ગાડી ચાલક નાશી છૂટ્યો હતો. જેમાં તેના પતિને પકડી પોલીસ મથકે સોંપ્યો હતો. ત્યારબાદ પતિ વારંવાર પત્ની પાસે છૂટાછેડાની માંગણી કરતો હોવાથી 21 ઓગસ્ટ-2019ના રોજ છુટાછેડા લઇ પુત્ર જીમેશને તેના પિતા અશોકભાઈ ગણેશભાઈ કુંભારને સોંપ્યો હતો. ત્યારબાદ યુવતીએ બીજે પુન:લગ્ન કરી તેના જીવન સાથી સાથે રહેવા લાગી હતી.ત્યારે 15 ઓગસ્ટ શનિવારે સવારે દશેક કલાકે બાઈક લઈને આવેલા અશોક તેમજ એક અન્ય ઈસમે ત્રણ વર્ષીય જીમેશને નાગલા ગામમાં પ્રવેશવાના રસ્તા પર કોઈકના ઘર આગળ તરછોડી જતા રહ્યા હતા. આથી બાળક રડતું હોવાથી કોઈની નજર પડતા લોકો એકઠાં થયાં હતાં. ત્યારે સવજીભાઈ કુંભાર સ્થળ પર આવતાં બાળકને ઓળખી જતાં તેઓએ ગામલોકોને કહ્યું કે મારી દીકરીના પહેલા લગ્ન કરેલા હતા તેનું બાળક છે. આથી તેઓએ ત્રણ વર્ષીય જીમેશને લઈને પોલીસ મથકે પહોંચ્યા હતા પરંતુ પોલીસ આ બાબતે ગંભીરતા ન દાખવતાં બાળકને તેઓના ઘરે લઈ જવાની ફરજ પડતાં પતિ-પત્નીએ લીધેલા છુટાછેડામાં 3 વર્ષીય જીમેશ માતા-પિતાથી નોંધારો બન્યો છે.

Download Our B K News Today App



Related News