જે પરિવારે પોતાના માટે બે બોરી રાશન બચાવ્યું હતું, તેને પણ એક બોરી આંદોલન માટે દાન કર્યુ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-12-16 14:59:07
  • Views : 458
  • Modified Date : 2020-12-16 14:59:07

    હરિયાણાના કરનાલ જિલ્લામાં રત્તક નામનું એક ગામ છે. લગભગ ત્રણ હજાર વસ્તી વાળા આ ગામમાં મોટાભાગના શીખ સમુદાયના લોકો રહે છે. ખેતીથી જ આ લોકોની આજીવિકા ચાલે છે. ગામના તમામ લોકો ખેડૂત આંદોલનમાં તેમની ભાગીદારી નિભાવી રહ્યાં છે. પંજાબ અને હરિયાણાના ઘણા અન્ય ગામોની જેમ જ રત્તક ગામનાં લોકો પણ આ દિવસોમાં દિલ્હીના સિંધુ બોર્ડર પહોંચી રહ્યાં છે. જે નથી જઈ શકતા, તે પણ અલગ અલગ રીતે આ આંદોલનમાં મદદ કરી રહ્યાં છે.આ આખુય ગામ જે રીતે ખેડૂત આંદોલનનું સમર્થન કરી રહ્યું છે, તેને જોઈને એ સવાલનો જવાબ પણ મળી જાય છે કે સિંધુ બોર્ડર પર ચાલી રહેલા લંગરોમાં સતત આટલું રાશન ક્યાંથી આવી રહ્યું છે? બિસલેરીની બોટલથી ભરેલી ટ્રેક્ટરની ટ્રોલ લઈને સિંધુ બોર્ડર પહોંચેલા રત્તક ગામના શરણજીત સિંહે જણાવ્યું કે, આ ટ્રોલીમાં 70 હજાર રૂપિયાનું પાણી છે અને લગભગ 20 હજાર રૂપિયાનો અન્ય સામાન છે. એક બીજી ટ્રોલી પણ આપણા ગામમાંથી જ આજે આવી છે. તેમાં લગભગ 60-70 હજાર રૂપિયાનું રાશન છે. આ બીજી વખત છે જ્યારે અમે લોકો ગામમાંથી રાશન લઈને આવ્યા છીએ. આ પહેલા 29 નવેમ્બરે અમે સામાન લાવ્યા હતા અને અહીં અલગ અલગ લંગરોમાં વહેંચી દીધો હતો.


    રત્તક ગામના લોકો શરૂઆતથી જ આ આંદોલનમાં જોડાયા છે. 26 નવેમ્બરે જ્યારે પંજાબથી હજારો ખેડૂતો દિલ્હી આવી રહ્યાં હતા, તો હરિયામાના ખેડૂતોએ જ ઠેર ઠેર લાગેલા બેરિકેડ્સ તોડવામાં તેમની મદદ કરી હતી. રત્તક ગામના લોકો પણ આમા જોડાયા હતા. ગામના અમૃત સિંહે જણાવ્યું કે, અમે લોકો પહેલા દિવસથી આ આંદોલનમાં સામેલ છીએ. પંજાબથી આવેલા ભાઈઓ સાથે બેરિકેડ્સ તોડવામાં અમે સૌથી આગળ હતા. આ ભાઈ અમારા હરિયાણામાં આવ્યા છે, તો અમારા મહેમાન છે.આંદોલનમાં ભાગ લેવાની સાથે જ આ ભાઈઓની સેવા કરવી અમારી ફર છે.રત્તક ગામના આ લોકો જ્યારે પહેલા દિવસે આંદોલનમાં સામેલ થયા હતા તો તે પોતે પણ નહોતા જાણતા કે આંદોલન આટલું લાંબુ ચાલશે. તેઓ જણાવે છે કે અમે માત્ર દિલ્હી કૂચ કરવા માગતા હતા અને અમને આશા હતી કે સરકાર અમારી માગ સ્વીકારી લેશે. પણ જ્યારે અમે જોયું કે સરકારે વાત કરવા માટે જ 3 ડિસેમ્બરનો દિવસ નક્કી કર્યો છે, તો લાગ્યું કે હવે અહીંયા જ ધામા નાંખવા પડશે. જેના માટે રાશન-પાણીથી માંડી તમામ જરૂરિયાતની વસ્તુંઓની વ્યવસ્થા કરવાનું શરૂ કર્યું.


    રત્તક ગામના પંજાબ સિંહે તેની જવાબદારી લીધી છે. તે તાત્કાલિક જ સિંધુ બોર્ડરથી પાછા તેમના ગામે ગયા અને તેમણે ગામના લોકો સાથે ભેગા થઈને ફાળો ભેગો કર્યો. તેઓ જણાવે છે કે, હજારો ખેડૂત ભાઈ જ્યારે રસ્તા પર રહેવા મજબૂર થયા, તો તેમના ખાવા પીવાની વ્યવસ્થા કરવી અમારી જવાબદારી હતી. એટલા માટે અમે નક્કી કર્યું કે, અમારાથી જેટલું થશે અમે તે વ્યવસ્થા કરીશું.પંજાબ સિંહે કહ્યું કે, લગભગ દોઢ લાખનું રાશન અમારા ગામમાંથી 29 તારીખે અહીંયા પહોંચ્યું હતું. આજે ફરી લગભગ આટલું જ રાશન અમે લોકો ફરીથી અહીં લઈને આવ્યા છે. આ લડાઈ આપણા સૌની છે, એટલા માટે અમે બધા આમા પોત પોતાની ભૂમિકા નિભાવી રહ્યાં છીએ. રાશન ઉપરાંત ગામના ઘણા યુવા સિંધુ બોર્ડર પર સેવા કરતા કરતા શ્રમદાન પણ કરી રહ્યાં છે. દર ચાર-પાંચ દિવસો પછી અમુક લોકો અહીંયાથી પાછા ગામે જાય છે અમે ગામમાંથી લગભગ એટલા જ લોકો આંદોલનમાં સામેલ થવા માટે નીકળી પડે છે.

    આ જ કારણ છે કે સિંધુ બોર્ડર પર માત્ર ભોજન જ નહીં પણ ઘણા પ્રકારના વ્યંજન સુધી બનાવવામાં આવી રહ્યાં છે અને રાશનની કોઈ કમી નથી. રત્તક ગામના પંજાબ સિંહે જણાવ્યું કે, જે લોકો આ આંદોલનને બદનામ કરવા માટે પૂછી રહ્યાં છે કે આટલું રાશન ક્યાંથી આવી રહ્યું છે, એ લોકોએ અમારી સાથે અમારા ગામમાં આવું જોઈએ. ત્યાં જઈને તેઓ જોઈ શકશે કે જે પરિવારે તેમના ખાવા માટે બે બોરી રાશન બચાવીને રાખ્યું હતું, તેને પણ એક બોરી આંદોલન માટે દાન કર્યું છે. આ આંદોલન એટલા માટે મજબૂત છે કારણ કે આમાં દરેક ઘરની ભાગીદારી છે.






Download Our B K News Today App



Related News