રાજકોટમાં કોરોના સામે લડી રહેલું તંત્ર જ કોરોનાની ઝપટે ચડ્યું, મેયર, કલેક્ટર, પોલીસ, કુલપતિ સહિતના કર્મચારીઓ કોરોનાગ્રસ્ત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-17 16:27:07
  • Views : 357
  • Modified Date : 2020-09-17 16:27:07

          અમદાવાદ, વડોદરા, સુરત અને હવે રાજકોટમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. કોરોના સામે કલેક્ટર કચેરી, મનપા કચેરી, આરોગ્ય વિભાગ, રાજકીય પક્ષો અને પોલીસ વિભાગ રાત-દિવસ જોયા વગર લડી રહ્યું છે. ત્યારે ખાટલે મોટી ખોટ તેમ કોરોના વોરિયર્સ જ કોરોનાની ઝપટે ચડી ગયા છે. હાઈકોર્ટે પણ જવાબદારોએ ધ્યાન રાખવું જોઈએ તેવી ટકોર કરી છે. રાજકોટમાં સરકારી આંકડા જોઈએ તો કોરોનાના કુલ કેસ 5 હજાર થવા આવ્યા છે. દરરોજ સરેરાશ 25થી 30 લોકો મોતને ભેટે છે. ત્યારે રાજકોટમાં કોરોનાની મુખ્ય કામગીરી કરી રહ્યાં છે અને જે તંત્રના વાહકો છે તે જ હવે કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. જેથી મોટા ભાગની કામગીરી ઠપ્પ થઈ ગઈ છે. રાજકોટના મેયર અને કલેક્ટર સહિત મોટાભાગના લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છેકલેક્ટર કચેરી અને કોર્પોરેશન કચેરીમાં 40થી 50 લોકો સંક્રમિત થયા છે. જેથી કલેક્ટર અને કોર્પોરેશન કચેરી કોરોનાનું એપી સેન્ટર બન્યું છે. મહત્વનું છે કે કલેક્ટર અને મેયર પોતે જ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. જેથી સ્ટાફમાં પણ ભયનો માહોલ ઊભો થયો છે. દિવસ દરમિયાન મોટી સંખ્યામાં અરજદારો આવતા હોય છે. પણ હવે અરજદારો પણ કચેરીમાં આપવા અટકાય છે. જેના કારણે અનેક નીતિ વિષયક નિર્ણય અટકી પડ્યા છે. કોરોના દર્દીની સારવાર કરી રહેલા 125થી વધુ ડોક્ટરો કોરોનાગ્રસ્ત બન્યા છે.ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના સૌરાષ્ટ્ર પ્રવાસમાં ભાજપના નેતાઓએ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કર્યો હતો. પ્રવાસ બાદ ભાજપના એક પછી એક નેતાને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યો છે. જેથી સી.આર.પાટીલનો પ્રવાસ સૌરાષ્ટ્ર પર ભારે પડ્યો છે. સી.આર.પાટીલના પ્રવાસ બાદ ધારાસભ્ય અરવિંદ રૈયાણી, રાજ્યસભા સાંસદ અભય ભારદ્વાજ, ધારાસભ્ય ગોવિંદ પટેલ સહિતના નેતાઓ અને કાર્યકરોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી રહ્યાં છે..રાજકોટ શહેરમાં કોરોનાના કેસની સંખ્યા વધી રહી છે અને સૌથી મહત્ત્વની વાત એ છે કે, તેમની સારવાર કરતા તબીબો પણ હવે કોરોનાગ્રસ્ત થવા લાગ્યા છે. અત્યાર સુધીમાં 150થી વધુ ડોક્ટર કોરોનાગ્રસ્ત બન્યા છે. 14 દિવસ સુધી તબીબ આઈસોલેશનમાં જતા કોઇની સારવાર કરી શકતા નથી. આ સિવાય સરવે જેવી કામગીરીમાં લાગેલા આરોગ્ય કર્મચારીઓ, તલાટીઓ પણ દિન પ્રતિદિન કોરોનાગ્રસ્ત થઈ રહ્યા છે. જો આ ગતિએ એક્ટિવ કેસમાં તબીબો અને આરોગ્ય કર્મીઓ પોઝિટિવ આવતા રહેશે. તો સારવાર પર તેની અસર થશે.

Download Our B K News Today App



Related News