ડીસામાં વહેલી સવારે પડેલા ભારે વરસાદના કારણે એલિવેટેડ બ્રિજ થયો બંધ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-07-03 11:51:01
  • Views : 341
  • Modified Date : 2022-07-03 11:51:01

 

બનાસકાંઠામાં આવેલ ગુજરાતના સૌથી લાંબા એલિવેટેડ બ્રિજ પર પ્રથમ વરસાદ માજ પાણી ભરાઈ જતાં વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે, અને કરોડો રૂપિયા ના ખર્ચે બનાવેલા આ ઓવર બ્રિજ ની કામગીરીમાં ગંભીર બેદરકારી દાખવતા અત્યારે બ્રિજ ની જગ્યાએ સ્વિમિંગ પુલ વધારે લાગી રહ્યો છે.

 

- ડીસામાં 5 ઈંચ વરસાદ ખાબક્યો

 

      હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે બનાસકાંઠા જિલ્લામાં સવારથી જ સાર્વત્રિક વરસાદ આપ્યો છે ક્યાંક વધારે પડતો વરસાદ પડ્યો છે તો ક્યાંક છૂટા છવાયો વરસાદ પડ્યો છે વરસાદ પડતા ની સાથે જ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે તો બીજી તરફ અનેક જગ્યાએ પડેલા ભારે વરસાદના કારણે લોકોએ મોટું નુકસાન વેચવાનો વારો આવ્યો છે ત્યારે ડીસા શહેરમાં આજે પહેલી સવારથી જ શરૂ થયેલા વરસાદના કારણે અનેક જગ્યાએ વરસાદી પાણી ભરાયા હતા ડીસા શહેરમાં પડેલા પાંચ ઇંચ જેટલા વરસાદથી લોકોમાં ખુશી જોવા મળી રહે છે તો ક્યાંક ને ક્યાંક સરકારી કામકાજમાં નુકસાન થતા કોન્ટ્રાક્ટરોની પોલ વરસાદ દ્વારા ખુલી જવા પામી હતી તાજેતરમાં જ ગુજરાતના સૌથી મોટા એલિવેટેડ બ્રિજ પર પ્રથમ વરસાદમાં જ પાણી ભરાઈ જતા વાહન ચાલકોમાં રોજ જોવા મળ્યો હતો.

 

- ગુજરાતના સૌથી લાંબા એલિવેટેડ બ્રિજ પર વરસાદી પાણી ભરાયું

 

 બનાસકાંઠામાં ગુજરાતના સૌથી લાંબા એલિવેટેડ બ્રિજ પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ઠપ્પ થઈ ગયો હોવાની ઘટના સામે આવી છે ડીસામાં આજે વહેલી સવારે ખાબકેલા પાંચ ઇંચ વરસાદના કારણે સર્વત્ર જળ બંબાકાર જેવી સ્થિતિ સર્જાય છે જેમાં સવા 200 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા ગુજરાતના સૌથી લાંબા એલિવેટ બ્રિજ પર પણ એક થી દોઢ ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું હતું. કોન્ટ્રાક્ટર ગંભીર બેદરકારી દાખવતા પાણી ભરાઈ ગયું છે અધ્યાધુનિક બીજ પર પાણી ભરાઈ જતા એક તરફનો વાહન વ્યવહાર પણ બંધ કરી દેવામાં આવ્યો છે બનાવને પગલે મેન્ટેનન્સ વિભાગની ટીમ તાત્કાલિક બ્રિજ પર આવી પહોંચી હતી અને પાણી નિકાલ માટેની કાર્યવાહી શરૂ કરી હતી મહત્વની વાત એ છે કે આ ગુજરાતનો સૌથી લાંબો એલિવેટેડ બ્રિજ છે અત્યાધુનિક પદ્ધતિ થી બનાવવામાં આવ્યો છે તેમ છતાં પણ કોન્ટ્રાક્ટરે ગંભીર બેદરકારી દાખવતા પાણી ભરાઈ ગયુ છે

 

- બ્રિજ પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન

 

    કેન્દ્ર સરકાર દ્વારા ચાલુ વર્ષે કરોડો રૂપિયા ના ખર્ચે ડીસામાં ગુજરાતનો સૌથી લાંબો એલિવેટેડ બ્રિજ બનાવવામાં આવ્યો છે પરંતુ કોન્ટ્રાક્ટર ની ગંભીર બેદરકારીના કારણે આજે પ્રથમ વરસાદમાં જ બ્રિજ પર પાણી ભરાઈ જવા પામ્યો હતો. સવારથી જ પાણી ભરાઈ જતા બ્રિજ પર વાહન ચાલકોને અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો જેથી કલાકો સુધી બ્રિજની નીચેથી વાહન ચાલકોને પસાર થવા મજબૂર બનવું પડ્યું હતું જેના કારણે ટ્રાફિકમાં વાહન ચાલકો ફસાતા વાહન ચાલકોમાં રોજ જોવા મળ્યો હતો કરોડોના ખર્ચે તૈયાર થયેલ ગુજરાતનો સૌથી લાંબો એલિવેટેડ બ્રિજ આજે પ્રથમ વરસાદમાં જ વરસાદી પાણીથી ભરાઈ જવા પામ્યો હતો જેના કારણે એક સાઇડથી પસાર થતા વાહન ચાલકોમાં પણ ભારે રોજ જોવા મળ્યો હતો કલાકો સુધી વરસાદી પાણીનો નિકાલ ન થતા આખરે વહીવટી તંત્ર અને પોલીસ સ્ટાફ દ્વારા બ્રિજ પર પાણીના નિકાલ માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી ત્યારે ચોક્કસથી કહી શકાય કે પ્રથમ વરસાદમાં જ ગુજરાતના સૌથી લાંબા એલિવેટેડ બ્રિજ ની ગંભીર બેદરકારી સામે આવી છે.

 

Download Our B K News Today App



Related News