જિલ્લામાં ઠેર ઠેર વરસાદથી પાણી ભરાયાં, પાલનપુર બનાસ મેડિકલ કોલેજ આગળ પાણી ભરાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-08-11 12:14:37
  • Views : 495
  • Modified Date : 2020-08-11 12:14:37

પાલનપુરમાં રવિવારે રાત્રે અને સોમવારે પડેલા વરસાદનાં કારણે આબુ રોડ હાઇવે ઉપર ગાયત્રી મંદિર નજીક હાઈવે ઉપર વરસાદી પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો.થરાદમાં સોમવારે વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા હતા. જેને ધાનેરામાં મેઘરાજાની સતત બે દિવસની સવારી ચાલુ રહેતા અને સોમવારે સવારે મનમૂકીને વરસાદ પડતાં હાઇવે તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી રાહદારીઓ અને સોસાયટીના લોકો મુશ્કેલીમાં મુકાયા હતા.લઈ રાહદારોઓ હેરાન થઈ ગયા હતાદાંતીવાડા પંથકમાં ધીમીધારે વરસાદ વરસતા ખેતરો અને રસ્તામાં પાણી ભરાઈ ગયા હતા.

Download Our B K News Today App



Related News