ઉકાઈ ડેમમાંથી પાણી છોડવાનું ઘટાડાયું, ખાડીઓના લેવલ ઘટતા પાણી ઓસર્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-01 12:59:58
  • Views : 373
  • Modified Date : 2020-09-01 12:59:58

        ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ગત રોજ 1.59 લાખ ક્યૂસેક પાણી સુધી આઉટફ્લો કરવામાં આવ્યો હતો. જોકે, સપ્ટેમ્બરમાં ઉકાઈ ડેમનું રૂલ લેવલ 340 ફૂટ હોવાથી આઉટફ્લો ઘટાડી દેવામાં આવ્યો છે. હાલ ઉકાઈ ડેમની સપાટી 336.21 ફૂટ છે. અત્યાર સુધી ઉકાઈ ડેમમાંથી છોડવવામાં આવતા પાણીના કારણે તાપી નદીની સપાટી વધી હતી. જોકે, હવે આઉટફ્લો ઘટતા પૂરનું જોખમ ટળ્યું છે. આ સાથે ખાડીઓના લેવલમાં પણ ઘટાડો થતા પાણી આસર્યા છે.ઉકાઈ ડેમના ઉપરવાસમાં વરસાદના ઘટાડા સાથે જ મહારાષ્ટ્રના હથનૂર ડેમમાંથી પાણી છોડવાનું ઘટાડી દેવામાં આવ્યું છે. ઉકાઈ ડેમમાં આગામી દિવસોમાં પાણીનો મોટો જથ્થો આવવાનો નહીં હોવાથી તંત્ર તબક્કાવાર પાણી છોડવાનું ઘટાડી દઈને સપાટી ઉપર લઈ જવા કવાયત હાથ ધરી છે. ગત રોજ 1.59 લાખ ક્યૂસેક પાણી છોડવામાં આવતા તાપી નદીની સપાટીમાં વધારો થતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા હતા. જોકે, સાંજ સુધીમાં આઉટફ્લો ઘટાડી દેવામાં આવ્યો હતો. આજથી ઉકાઈ ડેમનું રૂલ લેવલ 340 ફૂટ થઈ ગયું છે. જ્યારે ઉકાઈ ડેમને 345 ફૂટ સુધી ભરી શકાય છે. હાલ ઉકાઈ ડેમની સપાટી 336.21 ફૂટ પર પહોંચી છે અને ઉકાઈ ડેમમાં 92 હજાર ક્યૂસેક પાણીની આવક સામે 28 હજાર કયૂસેક પાણીની જાવક છે.સુરત શહેરમાંથી પસાર થતી પાંચ ખાડીઓના લેવલમાં ઘટાડો થયો છે. છેલ્લા 24 કલાકમાં સુરત શહેર જિલ્લામાં વરસાદનું જોર ઘટ્યું છે. જેના પગલે ગત રોજ ઓવરફ્લો થયેલા મીઠી ખાડી ભયજનક સપાટીથી નીચે જતી રહી છે. જેના કારણે કાંઠા વિસ્તારમાં પાણી ઓસર્યા છે અને જનજીવન રાબેતા મુજબ થઈ રહ્યું છે. હાલ કાકરા, ભેદવાડ, મીઠી, ભાઠેના અને સીમાડા ખાડીના લેવલમાં ઘટાડો થતા ખાડી પૂરનું પણ જોખમ ટળ્યું છે.

Download Our B K News Today App



Related News