વિકૃતીની પરકાષ્ઠા ! જંગલમાં ઘુસીને ચાર શિકારીઓએ ઘો પર કર્યો ગેંગરેપ,

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-14 15:29:04
  • Views : 542
  • Modified Date : 2022-04-14 15:29:04

બંગાળ મોનિટર લિઝર્ડ પર ચાર શખ્સોએ કર્યો ગેંગરેપ 

મહારાષ્ટ્રના સહ્યાદ્રી ટાઈગર રિઝર્વની ઘટના

શિકાર માટે જંગલમાં આવેલા ચાર શખ્સોએ આચર્યું દુષ્કર્મ

ચાર આરોપીની થઈ ધરપકડ

વાસનાની વિકૃતીની પરકાષ્ઠા દર્શાવતો એક કિસ્સો સામે આવ્યો છે. મહારાષ્ટ્રના સહ્યાદ્રી ટાઈગર રિઝર્વમાં શિકાર માટે આવેલા ચાર શિકારીઓએ બંગાળ મોનિટર લીઝર્ડ (ઘો) પર દુષ્કર્મ આચર્યું હતું. ચાર શિકારીઓ શિકાર માટે જંગલમાં આવ્યાં હતા, બંગાળી મોનિટર લીઝર્ડ પર તેમણે દુષ્કર્મ આચર્યું હતું અને આ ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હતો. ઘો પર દુષ્કર્મ આચર્યા બાદ આરોપી ફરાર થઈ ગયા હતા. ગેંગરેપ બાદ ઘો ની હાલત ખરાબ બની હોવાનું પણ જણાવાઈ રહ્યું છે.શિકારીઓે ગોથાણેના ગાભા વિસ્તારમાં આવેલા સહ્યાદ્રી ટાઇગર રિઝર્વના કોર ઝોનમાં પ્રવાસી તરીકે એન્ટ્રી લીધી હતી પરંતુ તેમનો મેલો ઈરાદો શિકારનો હતો, આ દરમિયાન તેમણે આવું હિણુ કૃત્ય આચર્યું હતું. 

 

પોલીસે કરી ચાર આરોપીની ધરપકડ 
બંગાળના મોનિટર ગરોળી પર બળાત્કાર કરવાના આરોપમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર પકડાયેલા તમામ આરોપીઓ વ્યવસાયે શિકારી છે અને 

આવી રીતે આખી ઘટના બહાર આવી 
મહારાષ્ટ્રના વન વિભાગે આરોપીના મોબાઇલ ફોનની તપાસ કરી અને ઘટનાની જાણ થઈ. આરોપીઓએ આ ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હતો. અધિકારીઓને વીડિયો રેકોર્ડિંગ મળ્યા છે જેમાં આરોપીઓ કથિત રીતે ગરોળી સાથે ગેંગરેપ કરતા જોવા મળી રહ્યા છે.સહ્યાદ્રી ફોરેસ્ટ રિઝર્વમાં તૈનાત વન અધિકારીઓએ સીસીટીવી ફૂટેજની મદદથી આરોપીઓને શોધી કાઢ્યા હતા, જેમાં તેઓ જંગલમાં ફરતા જોવા મળ્યા હતા. આ ઘટનાની વિગતો આપતાં અધિકારીઓએ જણાવ્યું હતું કે આ ત્રણે આરોપીઓ કોંકણથી કોલ્હાપુરના ચાંદોલી ગામમાં શિકાર માટે આવ્યા હતા.

શું છે બંગાળી મોનિટર લીઝર્ડ 

બંગાળ મોનિટર ગરોળી વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ એક આરક્ષિત પ્રજાતિ છે અને તેનો શિકાર કરવો કે તેની સાથે કોઈ પણ પ્રકારનું અનુચિત કામ કરવાથી સાત વર્ષની સજા થઈ શકે છે. 

 

Download Our B K News Today App



Related News