મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન ચૂંટણી હાર્યા, મળ્યા માત્ર પાંચ મત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-22 15:20:40
  • Views : 112
  • Modified Date : 2023-12-22 15:20:40

ડોકટર મોહન યાદવ ભલે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા હોય, પરંતુ રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા ના પદાધિકારી બનવાની તેમની મહત્વાકાંક્ષા ગઈકાલ ગુરુવારે પૂર્ણ થઈ શકી નહોતી. ભૂતપૂર્વ કુસ્તીબાજ અને મધ્ય પ્રદેશ રેસલિંગ એસોસિએશનના વડા, ડોકટર મોહન યાદવ ગઈકાલે દિલ્હીમાં યોજાયેલી રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયા ના ઉપાધ્યક્ષ પદ માટેની ચૂંટણી હારી ગયા. તો બીજી બાજૂ રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયાના પૂર્વ પ્રેસિડેન્ટ બ્રિજભૂષણ શરણ સિંહના વિશ્વાસુ સંજય સિંહ, પ્રમુખ પદ માટેની ચૂંટણીમાં સરળતાથી જીત મેળવી હતી. તેમની પેનલે 15માંથી 13 હોદ્દા પર જીત મેળવી હતી.મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન મોહન યાદવને પ્રમુખપદની ચૂંટણીમાં બ્રિજભૂષણ શરણ સિંહ દ્વારા સમર્થિત ઉમેદવારની સામે માત્ર પાંચ મત મળ્યા હતા. બ્રિજભૂષણ શરણ સિંહના સમર્થનમાં દિલ્હીના જય પ્રકાશ (37 મત), પશ્ચિમ બંગાળના અસિત કુમાર સાહા (42), પંજાબના કરતાર સિંહ (44) અને મણિપુરના એન ફોની (38) હતા.મોહન યાદવે મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી પહેલા, ગત જુલાઈમાં રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયાના ઉપાધ્યક્ષ પદ માટે ઉમેદવારી નોંધાવી હતી. જ્યારે ફોર્મ ભર્યું તે સમયે, WFIની ચૂંટણી ઓગસ્ટમાં યોજાવાની હતી. પરંતુ બાદમાં પંજાબ અને હરિયાણા હાઈકોર્ટ દ્વારા ચૂંટણી ઉપર સ્ટે મૂકવામાં આવ્યો હતો.ઉત્તર પ્રદેશ રેસલિંગ એસોસિએશનના ઉપાધ્યક્ષ સંજય સિંહ યુપીના બિઝનેસમેન છે. તેમને 40 વોટ મળ્યા જ્યારે તેમની હરીફ અને ભૂતપૂર્વ કોમનવેલ્થ ગેમ્સ ગોલ્ડ મેડલ વિજેતા અનિતા શિયોરાનને માત્ર સાત વોટ મળ્યા. સિનિયર વાઈસ પ્રેસિડેન્ટની જગ્યા માટે મત પણ ફેરવાઈ ગયા હતા. બ્રિજભૂષણ શરણ સિંહનો વિરોધ કરનારા કુસ્તીબાજો સાક્ષી મલિક, વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયાના નજીકના ગણાતા દેવેન્દ્ર સિંહ કડિયાને આઈડી નાણાવટીએ 32-15થી હરાવીને સિનિયર વાઈસ પ્રેસિડન્ટનું પદ જીત્યું.

Download Our B K News Today App



Related News