મુખ્યપ્રધાન પોતે પોતાની ગાડીમાંથી ઉતરીને દુર્ઘટનાગ્રસ્ત ગાડીઓને જોવા આવ્યા.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2023-12-19 16:53:10
  • Views : 134
  • Modified Date : 2023-12-19 16:53:10

રાજસ્થાનના મુખ્યપ્રધાન ભજનલાલ શર્માના કાફલામાં સામેલ ગાડીઓ દૌસા જિલ્લામાં એકબીજા સાથે અથડાઈ છે. આ દુર્ઘટનામાં ભાજપના 4 કાર્યકર્તાઓ ઘાયલ થયા છે. આ દુર્ઘટના નેશનલ હાઈવે 21 પર દોસા જિલ્લામાં માનપુરની પાસે થઈ. ત્યારે ઘાયલ થયેલા ભાજપ કાર્યકર્તાઓને તાત્કાલિક માનપુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાંથી ચારેય લોકોને દોસા રિફર કરવામાં આવ્યા છે. જો કે ઘાયલ થયેલા તમામ ભાજપના કાર્યકર્તાઓની હાલત સ્થિર છે. ત્યારે દુર્ઘટનાના કારણે મુખ્યપ્રધાન ભજનલાલ શર્માના કાફલામાં સામેલ ગાડીઓને નુકસાન પહોંચ્યુ છે.જણાવી દઈએ કે મુખ્યપ્રધાન બન્યા બાદ ભજનલાલ શર્મા મંગળવારે પ્રથમ વખત પોતાના ઘર જનપદ ભરતપુર જઈ રહ્યા હતા. રસ્તામાં જગ્યા જગ્યા પર સ્વાગત કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યા હતા. તેની વચ્ચે જ્યારે દોસા જિલ્લામાં પહોંચ્યા, ત્યારે તેમના કાફલાની ગાડીઓ અચાનકથી એકબીજા વચ્ચે ટકરાઈ ગઈ, આ ઘટના અચાનક બની ગઈ કે કોઈ કંઈ સમજી ના શક્યુ. મુખ્યપ્રધાન ભજનલાલ શર્મા પોતે પોતાની ગાડીમાંથી ઉતરીને દુર્ઘટનાગ્રસ્ત ગાડીઓને જોવા આવ્યા, ઘાયલોને તાત્કાલિક અન્ય ગાડી દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અને જરૂરી સારવાર કરાવવા નિર્દેશ આપ્યા.દુર્ઘટનામાં ભાજપના 4 કાર્યકર્તાઓ ઘાયલ થયા છે. ઘાયલ થયેલા કાર્યકર્તાઓની સ્થિતિ હાલમાં સારી છે અને હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. હાલમાં તમામ ઘાયલ થયેલા લોકો જોખમમાંથી બહાર છે. તમને જણાવી દઈએ કે મુખ્યપ્રધાન ભજનલાલ શર્મા ભરતપુરથી ગોવર્ધન જશે અને ગોવર્ધનથી ગિર્રાજ મહારાજના પણ દર્શન કરશે.રાજસ્થાનના દોસામાં મુખ્યપ્રધાન ભજનલાલ શર્માનો એક અલગ જ અંદાજ જોવા મળ્યો. મુખ્યપ્રધાન રસ્તામાં એક ચાની દુકાન પર રોકાયા અને તે દરમિયાન દુકાન પર ચા બનાવી અને જોડે ચાલી રહેલા લોકોને પોતાના હાથથી બનાવેલી ચા પીવડાવી. મુખ્યપ્રધાન ભજનલાલ શર્માએ પોતે કુલ્હડમાં ચા પીધી. ત્યારે ભજનલાલ શર્મા જ્યારે ભરતપુર બોર્ડર પર પહોંચ્યા તો ભાજપના કાર્યકર્તાઓએ તેમનું જોરદાર સ્વાગત કર્યુ. ધારાસભ્ય જગતસિંહ, બહાદુર સિંહ કોલી, શેલેન્દ્ર સિંહ, નોક્ષમ ચૌધરી અને જવાહર સિંહ બેઢમ આ દરમિયાન હાજર રહ્યા.

Download Our B K News Today App



Related News