દિવાળી સુધી સ્કૂલો બંધ રાખવી કે નહીં તેનો નિર્ણય કેન્દ્ર લેશે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-15 12:30:36
  • Views : 466
  • Modified Date : 2020-09-15 12:30:36

રાજ્ય સરકારે નવી શિક્ષણ નીતિ પર ચર્ચા માટે સોમવારે મળેલી બેઠકમાં સ્કૂલો ક્યારથી શરૂ કરવી તેની ચર્ચા કરી હતી. બેઠક બાદ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું, સ્કૂલો દિવાળી સુધી બંધ રાખવી કે નહીં તે હાલ નક્કી નથી. 21મીથી સ્કૂલમાં માત્ર માર્ગદર્શન માટે વિદ્યાર્થીઓને બોલાવવા અને બોલાવવા તો કઇ રીતે બોલાવવાનો તેનો નિર્ણય સરકાર ચાલુ સપ્તાહે કરશે.ચુડાસમાએ કહ્યું કે, દિવાળી સુધી સ્કૂલ બંધ રાખવી કે નહીં તેનો નિર્ણય કેન્દ્ર સરકાર કરશે. કેન્દ્રની કોરોનાની ગાઇડલાઇન પ્રમાણે રાજ્ય સરકાર નિર્ણય લેશે, દિવાળી સુધી સ્કૂલો બંધ રાખવી તે બાબતનો ગુજરાત સરકારે કોઇ નિર્ણય લીધો નથી. તેમણે કહ્યું હતું કે, 21મીથી વિદ્યાર્થીઓને સ્કૂલમાં તબક્કાવાર બોલાવવા કે નહીં તે બાબતે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી સાથે ચર્ચા પછી નિર્ણય લેવાશે. કોરોને કારણે સ્કૂલોનું નવું શૈક્ષણિક સત્ર હજુ શરૂ થયું જ નથીનવી રાષ્ટ્રીય શિક્ષણ નિતીના અમલ માટે સ્કૂલ કક્ષા માટે રચાયેલી ટાસ્ક ફોર્સની એક બેઠક ગાંધીનગરમાં બોલાવવામાં આવી હતી. આ બેઠકમાં કુલ 5 સેકટર માટે પેટા સમિતિની રચના કરાઇ હતી. આ 5 ક્ષેત્રમાં ફાઉન્ડેશનલ એજ્યુકેશન, સાર્વત્રિક પ્રવેશ, અભ્યાસક્રમ અને મૂલ્યાંકન શાળા સંકુલ તેમજ પ્રશિક્ષણ અને શિક્ષણમાં ટેકેનોલોજીનો ઉપયોગ બાબતે સમિતિની રચના કરાઇ હતી.

Download Our B K News Today App



Related News