લોનને લઈને RBIએ લીધો અત્યાર સુધીનો સૌથી મોટો નિર્ણય, જાણો હવે કોની લેવી પડશે મંજૂરી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-20 10:35:15
  • Views : 236
  • Modified Date : 2022-04-20 10:35:15

RBIએ નૉન બેંકિંગ ફાઈનાન્શિયલ સર્વિસિસ કંપનીઓ માટે નિયમોને કડક કર્યા

પરિયોજના સાથે જોડાયેલી બધી મંજૂરી મળે ત્યારે રિયલ એસ્ટેટ સેકટરને લોન આપે

NBFCને પણ અમુક મામલામાં લોનની એપ્રુવલ પહેલા મંજૂરી લેવી પડશે

1 ઓક્ટોબરથી પ્રભાવી થશે નવા નિયમ

આરબીઆઈ તરફથી જણાવવામાં આવ્યું છે કે એનબીએફસીને પણ અમુક મામલામાં લોનની એપ્રુવલ પહેલા મંજૂરી લેવી પડશે. આરબીઆઈ તરફથી કહેવામાં આવ્યું છે કે એનબીએફસી તેના ચેરમેન, એમડી અથવા તેના રિલેટીવ અને ડાયરેક્ટર્સને 5 કરોડ અથવા તેનાથી વધુ લોન આપવી ના જોઈએ. આ સિવાય જો એનબીએફસીનો ડાયરેક્ટર કોઈ ફર્મમાં પાર્ટનર છે તો તેના પર કડક નિયમો લાગુ થશે. આરબીઆઈ તરફથી બદલવામાં આવેલા બધા નિયમ 1 ઓક્ટોબર 2022થી પ્રભાવી થશે. 

 

બોર્ડને જણાવવુ જરૂરી

આરબીઆઈ તરફથી કરવામાં આવેલા ફેરફારમાં કહેવામાં આવ્યું જો એનબીએફસી તરફથી તેના વરિષ્ઠ અધિકારીઓને લોન આપવામાં આવશે તો આ અંગે પહેલા બોર્ડને જાણકારી આપવી પડશે. કોઈ પણ બિલ્ડર પરિયોજના માટે લોન એપ્રુવલ ત્યારે મળશે જ્યારે પ્રોજેક્ટને બધી મંજૂરી મળી ગઇ હોય. નાના NBFCએ ડાયરેક્ટર્સને લોન આપવા માટે બોર્ડ તરફથી મંજૂર પોલિસી લાવવી પડશે. મૂળ સ્તરની એનબીએફસી જમા સ્વીકાર કરતી નથી અને તેની સંપત્તિ 1000 કરોડ રૂપિયાથી ઓછી છે. તો મધ્યમ સ્તરની નોન-બેન્કિંગ નાણાંકીય કંપનીઓ પણ જમા સ્વીકાર કરતી નથી તો તેની સંપત્તિ આકાર 1000 કરોડ રૂપિયા અથવા તેનાથી વધુ હોય છે. 

 

 

Download Our B K News Today App



Related News