સુરતમાં પિતાના મારના ડરે દિવસભર ભાગતી રહી 7 વર્ષની દીકરી, CCTVથી પોલીસે શોધી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-09-04 17:00:20
  • Views : 565
  • Modified Date : 2020-09-04 17:00:20

       સાહબ, મેં ઘર જાના નહીં ચાહતી, વહાં મેરે પિતા મેરેકો મારતે હૈ..કલ ભી બરતન ધોને કો કહાં થા..મેંને નહીં કીયા તો મારા થા..એક બાર તો મેરે હાથ રસ્સી સે બાંધ કર મારા થા..મુજે મેરે પિતા કે પાસ નહીં જાના હૈ..’ આ શબ્દો જ્યારે 7 વર્ષની બાળકીએ પોલીસ સામે કહ્યાં ત્યારે પોલીસકર્મીઓ પણ ચોંકી ગયાં. પાંડેસરામાં બુધવારે સવારે પોણા આઠ વાગ્યે 7 વર્ષની બાળકી ગુમ થઇ ગઇ હતી.સુરત પોલીસે માત્ર 10 જ કલાકમાં જ એક ફુગ્ગા વેચતી મહિલાની મદદથી બાળકીને પરવટ પાટિયા બહેનપણીને ત્યાંથી મધરાત્રે 12.00 વાગ્યે શોધી લીધી. એ બાળકીને પિતાથી એટલો ડર હતો કે ઘરેથી વેસુ ગેલ કોલોની સુધીના 10 કિલોમીટર સુધી દોડતી જોવા મળી હતી. પોલીસે બાળકીને રાંદેર રામનગર ચિલ્ડ્રન હોમમાં મુકવાનો નિર્ણય કર્યો. પોલીસે પિતા વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી.ઉધના મગદલ્લા રોડ પર સફલ સ્કેવર પાસે ઉમરા પોલીસે ફુગ્ગા વેચતી મહિલાને જ્યારે બાળકીનો ફોટો બતાવતા માલૂમ પડ્યુ કે બાળકી તે મહિલાની પુત્રીને મળી હતી અને પરવટ પાટીયા જવાનું કહેતા ફુગ્ગા વેચતી મહિલાના દીકરાએ તેને BRTSમાં બેસાડી હતી. જેથી પોલીસે પરવટ પાટિયામાં તપાસ કરી હતી. અગાઉ બાળકી લિંબાયતમાં રહેતી તે વખતની બહેનપણીના ઝૂંપડામાંથી બાળકી મોડી રાત્રે મળી આવી હતી.અલથાણ વીઆઇપી રોડથી વેસુ વીઆઇપી રોડ ગેલ કંપની સુધી ફુટ પેટ્રોલિંગ કરી રસ્તામાં આવતી તમામ બિલ્ડિંગો, બાંધકામની સાઇટ સહિત ખૂણે ખૂણા ચેક કર્યાં. પોલીસ કમિશનરે શહેરની તમામ PCR વાન કામે લગાડી દીધી. 25 રિક્ષાઓમાં એનાઉન્સમેન્ટ કરાવી પોસ્ટરો બનાવ્યા હતા. BRTSના અધિકારીઓને પણ રાત્રે ઉઠાડી સીસીટીવી ચેક કર્યાં.

Download Our B K News Today App



Related News